________________
૭૮
શંકા-સમાધાન શંકા- ૨૦૨. કાર્તિકી પૂનમના દિવસે જે પટ્ટદર્શન-ભાવયાત્રાનો લાભ જે કોઈપણ ભાગ્યશાળીઓ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી શકે નહિ, તે લોકો લેતા હોય છે. આ દિવસે આપવામાં આવતું ભાથું પટ્ટદર્શન કર્યા બાદ પટ્ટની સમક્ષ વાપરી શકાય કે બહાર લઈ જઈ વાપરવું જોઇએ ?
સમાધાન- શત્રુંજયના પટ્ટની સમક્ષ ભાથું વાપરવું યોગ્ય નથી. વ્યવસ્થાપકોએ પડદા વગેરેની એવી વ્યવસ્થા કરવી જોઇએ જેથી આ દોષ ન લાગે.
શંકા- ૨૦૩. શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર મૂળનાયક આદીશ્વરની પ્રતિમાનું પરિકર પ્રતિમાયુક્ત હોવા છતાં અને મૂળનાયક પ્રતિષ્ઠાવાળા સ્થાપિત કરેલ હોવા છતાં તેમાં અંજન પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કેમ નથી ?
સમાધાન– પાછળથી પરિકર કરાવનારા શ્રાવકો વગેરેને અંજન પ્રતિષ્ઠાનો શિલાલેખમાં ઉલ્લેખ કરવાની જરૂર નહિ જણાઇ હોય. એથી આવો ઉલ્લેખ ન પણ જોવા મળે. એવું ફરજિયાત નથી કે પરિકર અંગે આવો અંજન-પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરવો જ જોઈએ.
શંકા- ૨૦૪. શાશ્વત તીર્થ પાલિતાણાની અમુક ધર્મશાળામાં એરકંડીશન બેસાડેલા છે, તે શું યોગ્ય છે ? ધર્મશાળાની વ્યાખ્યા સમજાવવા વિનંતી.
સમાધાન– કોઇપણ તીર્થની ધર્મશાળામાં એરકંડીશન બેસાડવા, એ યોગ્ય નથી. આનાથી સુખશીલતા વધતી જાય છે અને ત્યાગ-તપ ઘટતો જાય છે. તીર્થયાત્રા કરવા માટે થોડું સહન પણ કરવું જોઇએ. તો જ તીર્થયાત્રાનો આસ્વાદ આવે છે. એ.સી. એક પ્રકારનું ભોગસુખનું જ સાધન છે. તીર્થસ્થાનોમાં આવા ભોગસુખનાં સાધનોથી તીર્થસ્થાનોનો મહિમા ઘટી જાય છે. થોડી પ્રતિકૂળતા સહન કરીને થતી તીર્થયાત્રામાં જેવો સુંદર-ઉચ્ચ ભાવ આવે છે, તેવો સુંદર-ઉચ્ચ ભાવ એશ-આરામપૂર્વક થતી તીર્થયાત્રામાં ન આવે. જો તીર્થસ્થાનોમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org