________________
શંકા-સમાધાન
શંકા- ૨૦૦. અન્ય ટૂંકોમાં પૂજારીઓ દ્વારા પ્રક્ષાલપૂજા અને સાફસૂફી બરાબર થતી નથી, તેથી યાત્રાળુઓ મોટા પ્રમાણમાં અન્ય ટૂંકોમાં પૂજા કરતા થાય, તે માટે શું કરી શકાય ?
સમાધાન– બધા યાત્રાળુઓ અન્ય ટૂંકોમાં પૂજા કરતા થાય, એ માટે કોઈ નિયમન ન કરી શકાય. જેને જ્યાં ભાવ થાય ત્યાં પૂજા કરે. અન્ય ટૂંકોમાં બધા પ્રતિમાઓની પ્રક્ષાલ વગેરે પૂજા થાય અને સાફસૂફી બરોબર થાય, એ માટે ટ્રસ્ટીઓએ તે તે ટૂંકમાં યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. તેમજ યાત્રિકે જુદી જુદી ટૂંકોમાં પૂજા કરવાની ભાવના રાખવી જોઇએ.
શંકા– ૨૦૧. આજકાલ શત્રુંજયનો પથ્થર લાવી પૂજા કરાય છે, તે કેટલું યોગ્ય ગણાય ? તે પથ્થરના જંગલુંછણા જુદા રાખવા કે ભગવાનના મંગલુંછણા ચાલે ?
સમાધાન– “પથ્થર'ના બદલે શિલા શબ્દનો પ્રયોગ વાજબી ગણાય. વર્તમાનમાં શત્રુંજય તીર્થના પટ્ટદર્શન વંદનની જે પ્રથા છે તે જ વધુ યોગ્ય જણાય છે. શિલા લાવવાની પ્રથા યોગ્ય જણાતી નથી. શત્રુંજય તીર્થના પટ્ટના દર્શન વંદન કરવાથી જેવો ભાવ આવે છે, તે ભાવ કેવલ શત્રુંજયથી લાવેલી શિલાના દર્શન વંદનથી આવતો નથી. વળી એ શિલાની દરરોજ પક્ષાલપૂજા વગેરે પૂજા કરવાની જરૂર જણાતી નથી, એટલે અંગલુંછણા કરવાનો પ્રશ્ન રહેતો નથી. આજે કોઇ એકને નવું કરવાની ફુરણા થઇ અને તેમ કરે. એને જોઈને બીજા ભાવિકો પણ તેમ કરતા થઈ જાય છે. પણ કંઈ પણ નવું કરતાં પહેલાં ગીતાર્થ મહાપુરુષોની સલાહ લઈને કરવું જોઈએ. આજે પડતા કાળમાં નવી નવી પ્રવૃત્તિ કરવાથી બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેમકે શત્રુંજયની શિલાની પૂજા કરવાનું શરૂ કર્યું તો એના અંગલુંછણા જુદા રાખવા કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થયો. એટલે આજે જેને શત્રુંજય તીર્થ ઉપર વધારે ભાવ હોય, તેણે શત્રુંજય તીર્થના પટ્ટની સમક્ષ વંદન-દર્શન આરાધના વગેરે કરવું જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org