________________
શંકા-સમાધાન
૬૯
થયો. એનો અર્થ એ થયો કે જ્યાં સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ ત્યાં દેવદ્રવ્યનો ઉપયોગ થયો ગણાય. તેથી પરમાર્થથી તે રકમનો નીચેના ક્ષેત્રમાં ઉપયોગ થયો. માટે પ્રતિષ્ઠાનો આદેશ આ રીતે ન આપી શકાય. હા, તેણે મંદિર બનાવવા વગેરે દેવના કામમાં વિશિષ્ટ રકમ આપી હોય, તો હજી તેને રકમ પ્રમાણે પ્રતિષ્ઠાનો લાભ આપી શકાય. કારણ કે એ રકમનો નીચેના ક્ષેત્રમાં ઉપયોગ થતો નથી.
શંકા- ૧૭૯. ગુજરાત-મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠાદિ મહોત્સવમાં મહેંદીને લગાડવાની પ્રણાલિકા ન હતી. પરંતુ હમણાં હમણાં તે પ્રણાલિકા વધતી જાય છે. આ પ્રથાને બંધ કરવાની જરૂર નથી ? કારણ કે આ પ્રથા લોકોના આત્મહિતના કલાકોને બગાડીને પ્રમાદમાં લઈ જાય છે.
સમાધાન- પ્રમાદને પોષનારી સર્વ પ્રકારની પ્રવૃત્તિને જ્ઞાનીઓએ ત્યાજ્ય જ કહી છે. આથી મહેંદી લગાડવાની પ્રથા પણ ત્યાજ્ય જ છે.
શંકા- ૧૮૦. પ્રતિમાની પ્રતિષ્ઠા થયા બાદ પરિકર બનાવવામાં આવે, તો તેની પ્રતિષ્ઠા આદિ વિધિ કરવી જોઇએ ?
સમાધાન- જો એ પરિકરમાં પ્રતિમાજી હોય, તો તેની અંજનપૂર્વક પ્રતિષ્ઠા થવી જોઇએ. જો પરિકરે માત્ર અષ્ટપ્રાતિહાર્યયુક્ત જ હોય તો વાસક્ષેપ આદિની એકાદ કલાકની વિધિ કરાવીને પછી પરિકરની શુભ પળે પ્રતિષ્ઠા-સ્થાપના કરવી જોઇએ. જયપુરથી લાવીને સીધું જ પરિકર ફિટ ન કરાવી શકાય.
ફળ-નૈવેદ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૮૧. દહેરાસરમાં પ્રભુ સમક્ષ ધરેલા ફળ-નૈવેદ્યને પૂરી કિંમત આપીને લઇને તે ફળ-નૈવેદ્ય જૈનેતરોને મફત ધર્માદામાં આપી શકાય કે નહિ ?
સમાધાન- દહેરાસરમાં પ્રભુ સમક્ષ ધરેલ ફળ-નૈવેદ્યને પૂરી કિંમત આપીને લઇને તે ફળ-નૈવેદ્ય જૈનેતરોને મફત ધર્માદામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org