________________
૭૨.
શંકા-સમાધાન
શંકા- ૧૮૭. પ્રવચન સારોદ્ધારના પ્રથમ દ્વારના કથન મુજબ ચૈત્યવંદન કરતાં પહેલાં ઇરિયાવિહિયા સાધુને આવશ્યક છે, શ્રાવકને નહિ. કેમ કે શ્રાવકને છકાયની હિંસાનો ત્યાગ નથી. તો શું શ્રાવકને ઇરિયાવહિયા કરવાની જરૂર નથી ?
સમાધાન– પ્રવચન સારોદ્ધારના પ્રથમ વારમાં શ્રાવકને ઇરિયાવહિયાનો નિષેધ છે જ નહિ. તેમાં તો પૂજા કર્યા પછી ઇરિયાવહિયા કરવા પૂર્વક ચૈત્યવંદન કરે એમ લખ્યું છે તથા પ્રથમ દ્વારના અંતે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ઇરિયાવહિયા પૂર્વક જ થાય છે અને જઘન્ય-મધ્યમ ચૈત્યવંદન ઇરિયાવહિયા વિના પણ થાય છે એમ જણાવ્યું છે.
શંકા- ૧૮૮. મંદિરમાં જિનમૂર્તિની સમક્ષ ચૈત્યવંદન કરતી વખતે પગની મુદ્રા કેવી રાખવાની છે ?
સમાધાન– પગનો જમણો ઢીંચણ જમીનની ઉપર રહે=જમીનને અડેલો રહે, ડાબો ઢીંચણ ભૂમિથી અદ્ધર રહે એવી પગની મુદ્રામાં ઇંદ્ર મહારાજા નમુત્થણે બોલે છે એમ કલ્પસૂત્રમાં પાઠ છે તથા જીવાભિગમ સૂત્રમાં પણ આવી મુદ્રામાં શક્રસ્તવનો પાઠ કહે એમ જણાવ્યું છે. પણ લલિત વિસ્તરા ગ્રંથમાં બે ઢીંચણ જમીનને અડે એ રીતે એવી મુદ્રાથી ચૈત્યવંદન કરવાનું કહ્યું છે. આથી ચૈત્યવંદનમાં બેમાંથી કોઈ પણ એક મુદ્રા રાખી શકાય. કેમ કે બંને મુદ્રા શાસ્ત્રોક્ત હોવાથી બરાબર છે.
શંકા- ૧૮૯ દેરાસરમાં દેવવંદન કરતા હોઇએ ત્યારે સ્નાતસ્યાની થોય, સિદ્ધાચલની થોય બોલાય કે નહિ ? ઘણા કહે છે કે દેરાસરમાં તે ન બોલાય. જો ન બોલાય તો તેનું શું કારણ?
સમાધાન- સ્નાતસ્યાની સ્તુતિ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિના શિષ્ય બાલચંદ્ર મુનિએ બનાવી છે. તે કૃતઘ્ન હોવાના કારણે સંઘે તે
સ્તુતિ માન્ય ન કરી. પણ બાલચંદ્ર કાળ કરીને વ્યંતર થવાથી તેણે સંઘને ઉપદ્રવ કર્યો. તેથી સંધે માન્ય રાખીને પકૂખી આદિ ત્રણ પ્રતિક્રમણમાં અને સાધુ-સાધ્વીજી કાળ કરે ત્યારે તે નિમિત્તે કરાતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org