________________
શંકા-સમાધાન
પ્રભાવના થાય. અનેક જીવો બોધિબીજ પામી જાય. અનેક જીવો બોધિબીજ પામે એનાથી રૂડું બીજું શું હોય ?
શંકા- ૧૮૩. નૈવેદ્ય પૂજામાં નૈવેદ્ય અને ફળપૂજામાં ફળ કેવા ન મૂકાય ?
સમાધાન– અભક્ષ્ય નૈવેદ્ય અને અભક્ષ્ય ફળ ન મૂકાય. બજારની મીઠાઈ, કાળ વીતી ગયા પછીની મીઠાઈ અભક્ષ્ય હોવાથી નૈવેદ્ય પૂજામાં ન મૂકાય. ચોકલેટ ન મૂકાય. આદ્રા નક્ષત્ર પછી કેરી કે રાયણ ન મૂકાય. ચણીબોર તુચ્છ ફળ હોવાથી ન મૂકાય.
શંકા- ૧૮૪. દેરાસરમાં ફળ-નૈવેદ્ય ચઢાવવાથી કીડી-મંકોડા થાય છે. આથી ફળ-નૈવેદ્ય ચઢાવવા કરતાં પૈસા મૂકવા યોગ્ય છે?
સમાધાન- ફળ-નૈવેદ્યના સ્થાને પૈસા મૂકવા યોગ્ય નથી. ફળનૈવેદ્ય મૂકીને જે ભાવના ભાવવાની હોય છે, તે પૈસા મૂકીને ભાવી શકાય નહિ. કીડી-મંકોડા થતા હોય તો કીડી-મંકોડા ન થાય તેનો ઉપાય કરવો જોઇએ. કપડામાં જૂ થાય તેથી કપડા કાઢી ન નંખાય, પણ જૂ ન થાય તેનો ઉપાય કરાય. પૂજા કરનાર દરેક ફળ-નૈવેદ્ય દ્વારા પૂજા કર્યા પછી ફળ-નૈવેદ્યને યોગ્ય સ્થાને મૂકી દે તો કીડી-મંકોડા ન થાય. આગેવાનોએ પણ આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.
શંકા- ૧૮૫. આ નક્ષત્ર બાદ ચોમાસામાં આવતી કેરી દેરાસરમાં ફળ તરીકે મૂકી શકાય ?
સમાધાન– ન મૂકી શકાય.
ચૈત્યવંદન સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૮૬. જિનમંદિરમાં ચૈત્યવંદન ઈરિયાવહિયા કરીને જ કરવું જોઇએ કે તેના વગર પણ કરી શકાય ?
સમાધાન- નાનું ચૈત્યવંદન=અરિહંત ચેઇઆણે ઈત્યાદિ સૂત્ર બોલીને કરાતું ચૈત્યવંદન ઇરિયાવહિયા કર્યા વિના પણ કરવાની આચરણા જોવા મળે છે પણ મોટું ચૈત્યવંદન તો ઇરિયાવહિયા કરવા પૂર્વક જ કરવું જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org