________________
શંકા-સમાધાન
વર્તમાનમાં હોમ-હવનની વધતી જતી પ્રવૃત્તિ વિચારણીય તો ખરી જ. આ અંગે પંન્યાસશ્રી કલ્યાણ વિજયજી મહારાજ લેખિત શ્રી કલ્યાણકલિકા પરિચય પુસ્તક પૃષ્ઠ ૯૧માં પ્રશ્નોત્તર નીચે મુજબ છે
પ્રશ્ન- યક્ષ-યક્ષિણીની પ્રતિષ્ઠા નિમિત્તે જિનપ્રતિષ્ઠામાં પણ કેટલાક વિધિકારો હોમ કરાવે છે તે યોગ્ય છે ?
ઉત્તર- જિનપ્રતિષ્ઠામાં તો શું સ્વતંત્રપણે યક્ષ-યક્ષિણીની પ્રતિષ્ઠા હોય તો યે હોમ કરવાની આવશ્યકતા નથી. યક્ષ-યક્ષિણી જિનચૈત્યમાં જિનસેવકરૂપે પ્રતિષ્ઠિત થાય છે, નહિ કે વિશિષ્ટદેવરૂપે. જિનભક્તો જિનસામીપ્યમાં અગ્નિમુખની ભોગ્ય વસ્તુની સ્વપ્રમાં પણ ઇચ્છા ન રાખે. આચાર દિનકર ગ્રંથમાં જે હોમનો નિર્દેશ છે તે તાંત્રિક મતની છાયા છે. બીજા કોઇપણ પ્રતિષ્ઠાકલ્પકારે એ વસ્તુનો સ્વીકાર કર્યો નથી. પાદલિપ્તસૂરિજી કે જે તાંત્રિકયુગના સમર્થ વિદ્વાન હતા, પણ તેમણે પોતાની પદ્ધતિમાં હવનનું નામ પણ નિર્દેશ્ય નથી. આથી સમજવું જોઈએ કે હોમ એ જૈનોની ક્રિયા નથી.
વર્તમાનમાં વિદ્યમાન એક દીર્ધસંયમી અને પરમ વિદ્વાન મહાત્મા મને પત્રમાં જણાવે છે કે- “બીજાના સંસર્ગને લીધે ઘણી ઘણી ચીજો આપણામાં આવી છે. ત્યાગના માર્ગમાં જ વિચરનારા સાધુ-સંતોને હોમ-હવન કેવો હોય ? પણ તાંત્રિક માર્ગમાં આ ખૂબ હોય છે. તેના પરિચયથી લાભ મેળવવાની દષ્ટિએ આ તત્ત્વ આપણામાં પણ આવ્યું હોય એ સંભવિત છે. તાંત્રિકો તો આવી વાતો ઉપર ભાર મૂકે અને કહે પણ ખરા કે આમ કરશો તો જ ફળ અને ફળની ઇચ્છા તો અંતરમાં ભરેલી જ હોય છે. એટલે આપણે પણ એ અપનાવી લઈએ એ સ્વાભાવિક છે. યતિના યુગમાં તો આ વાત સાવ સામાન્ય બની ગઈ. મંત્ર-તંત્ર-દોરા-ધાગાનો એ યુગ જ હતો. બૌદ્ધોમાં પણ તાંત્રિક વિધિઓ અપાર હતી. શૈવ આદિમાં પણ હતી. તો જૈનોને આ વાતની અસર ન થાય એ જ આશ્ચર્ય. આચાર દિનકર પણ આવા કર્મકાંડોનો ગ્રંથ છે. જૈનો બીજામાં ન ખેંચાઈ જાય એટલે આપણા પૂર્વજોએ પણ અપનાવ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org