________________
શંકા-સમાધાન
૬૧
શંકા- ૧૬૧. જિનમંદિરની ધજા તો શુભ છે, તો એની છાયા અશુભ કેમ ગણાય ?
સમાધાન– શુભ એવી વસ્તુ પણ અમુક સંયોગોમાં અશુભ થાય છે, જેમકે જયોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ કહ્યું છે, પણ જો એ નક્ષત્ર નોમ તિથિએ ગુરુવારના દિવસે હોય તો ઝેર સમાન બને છે. આથી શુભ એવો પણ ધજાનો પડછાયો બીજા ત્રીજા પ્રહરમાં ઘર ઉપર પડતો હોય તો અશુભ થાય છે.
શંકા- ૧૬૨. કોઈ કોઈ ગામમાં કોઈ બહેનને સંતાન ન થતાં હોય તો તેના ખોળામાં જૂની ધજા મૂકવામાં આવે છે અને પછી તે બહેન ધજાને પોતાના ઘરે રાખે છે. આ યોગ્ય છે ?
સમાધાન- આ રીતે ધજાને સંતાનપ્રાપ્તિ માટે ઘરે રાખવી તે યોગ્ય નથી. જે ધજા જિનમંદિર ઉપર લહેરાઈને “જો તમારે ઉપર (મોક્ષમાં) જવું હોય તો આ પ્રભુનું દર્શન-પૂજન કરો” એવો સંદેશો આપતી હોય, તે ધજાનો સંતાનની કામના માટે ઉપયોગ કરવો એ ધજાની આશાતના છે. હા, આ ધજા આપણા ઘરમાં રહે તો આપણને સમાધિની પ્રાપ્તિ થાય, ધર્મની વૃદ્ધિ થાય, આવા આશયથી ધજાને ઘરમાં રાખવામાં બાધ નથી.
શંકા- ૧૬૩. શંખેશ્વરમાં મૂળનાયકની ધજામાં વચ્ચે સફેદ અને બંને બાજુ લાલ રંગ છે. બાકીની બધી જ દેરીઓમાં પણ એ જ રીતે છે. દરેક દેરીમાં ભગવાન પરિકર સહિત નથી. તો ત્યાં પણ આવી જ રીતની ધજા ચાલે ?
સમાધાન ન ચાલે. આમ છતાં વર્ષોથી આ પ્રમાણે ચાલ્યું આવતું હોય અને હવે ધજા ફેરવવામાં ટ્રસ્ટીઓ વગેરેને વહેમ રહેતો હોય, તો જેમ છે તેમ રહેવા દેવી એ ઉચિત છે. કારણ કે વહેમનું કોઈ ઔષધ નથી. આજે વર્તમાનકાલીન બધા તીર્થોમાં પ્રભાવની દૃષ્ટિએ પ્રથમ નંબર શ્રી શત્રુંજયનો અને બીજો નંબર શંખેશ્વરનો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org