________________
શંકા-સમાધાન
૪૫
લે, એ હેતુથી જિનમંદિર કે ધર્મસાધનો વગેરે બંધાવવામાં આવે તો સારો લાભ થાય.
શંકા- ૧૧૬. જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય, ત્યાં જિનમંદિર બંધાવવુ એ ઉચિત ગણાય ?
સમાધાન જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય ત્યાં જિનમંદિર બંધાવવું ખાસ એવા કારણ વિના ઉચિત નથી. કારણ કે તેવી સ્થિતિમાં જિનમંદિર બંધાવવાથી ભગવાન પૂજારીના ભરોસે સોંપવા પડે. આથી પૂજારી આદિ દ્વારા ઘણી આશાતના થવાનો સંભવ છે. આ સામાન્યથી જણાવ્યું છે. વિશેષથી તો શ્રદ્ધાસંપન્ન શ્રાવક આદિને શાસન-પ્રભાવના આદિ લાભનું કારણ જણાય, તો જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય ત્યાં પણ જિનમંદિર બંધાવી શકાય.
શંકા- ૧૧૭. પરિકર એટલે શું ?
સમાધાન– પરિકરનો શબ્દાર્થ ‘પરિવાર' થાય. તીર્થંકર ભગવંતો કેવલજ્ઞાન પામીને તીર્થની સ્થાપના કરે, ત્યારથી પ્રારંભી નિર્વાણ ન પામે, ત્યાં સુધી સદા પોતાના પરિવારથી સહિત હોય છે. સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ ભગવાનનો પરિવાર છે. એથી પ્રતિમામાં પરિવારની સ્મૃતિ માટે પરિકર બનાવવામાં આવે છે. જે પ્રતિમા પરિકર સહિત હોય, તે વિદ્યમાન અરિહંતની ગણાય છે. જે પ્રતિમા પરિકર રહિત હોય તે પ્રતિમા સિદ્ધ થયેલા અરિહંતની ગણાય છે. માટે જ મૂળનાયક પરિકર સહિત હોય તો શિખર ઉપર લહેરાતી ધજામાં વચ્ચે સફેદ કલરનો પટ્ટો હોય છે. જો પરિકર વિનાની હોય તો ધજામાં વચ્ચે લાલ કલરનો પટ્ટો હોય છે. અરિહંતપદનો વર્ણ સફેદ-શ્વેત ગણવામાં આવે છે, માટે ધજામાં વચ્ચે શ્વેત રંગનો પટ્ટો હોય છે. સિદ્ધપદનો વર્ણ લાલ ગણવામાં આવે છે, માટે ધજામાં વચ્ચે લાલ રંગનો પટ્ટો હોય છે. વિદ્યમાન અરિહંત ભગવાનની સ્મૃતિ માટે પ્રતિમાજીની ચારે બાજુ પરિકર બનાવવામાં આવે છે. પરિકરની રચના નીચે મુજબ હોય છે—
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org