________________
૫૪
શંકા-સમાધાન પડે. બહાર નીકળતાં ઉપયોગ વિનાના શ્રાવક આદિની પ્રભુને પુંઠ થાય. અંતરાયવાળી બહેનોની પ્રભુ ઉપર દષ્ટિ ન પડવી જોઇએ. ઇત્યાદિ કારણોથી પાટિયું મૂકવાની પ્રથા ઘણા કાળથી શરૂ થઈ હોય એમ જણાય છે. આ અંગે શાસ્ત્રપાઠ નથી. પણ ગીતાથએ નહિ નિવારેલી શાસ્ત્રાવિરુદ્ધ આચરણા પણ શાસ્ત્રરૂપ જ ગણાય. પાટિયા ન મૂકવામાં ઉપર્યુક્ત દોષો લાગવાનો સંભવ રહે છે. શિલ્પશાસ્ત્રાનુસાર ભગવાનની દષ્ટિ રાજમાર્ગ સુધી જવી જોઇએ, એનો અર્થ એ હોવો જોઈએ કે ભગવાનની દૃષ્ટિ રાજમાર્ગની સામે થવી જોઇએ. પાટિયા મૂકવાથી દૃષ્ટિ રોકાય નહિ. ઊંચી ભીંત હોય તો દષ્ટિ રોકાય.
શંકા- ૧૪૧. અમારે ત્યાં તીર્થસ્વરૂપ જિનમંદિરના પરિસરની પાછળની બાજુ વર્ષના ઘણા મહિના મીઠાઈ-ફરસાણ બનાવાય છે અને અમુક દહેરાસરમાં મીઠાઈ-ફરસાણ વ્યાજબી ભાવે મળશે, એવી જાહેરાત કરાય છે. આ આરંભ-સમારંભ યોગ્ય છે ?
સમાધાન- ધર્મસ્થાનોમાં ધંધાદારી ધોરણે મીઠાઈ-ફરસાણ બનાવવા આરંભ-સમારંભ થાય તે જરાય યોગ્ય નથી. આમાં મીઠાઈ વગેરે અભક્ષ્ય પણ હોઈ શકે છે. રાતે પણ બનાવે. ટ્રસ્ટીઓ વગેરે યોગ્યને વાત કરીને આ કાર્ય બંધ કરાવવું જોઇએ.
શંકા- ૧૪૨. દહેરાસરની બહાર ગાય રાખી મહારાષ્ટ્રીયન બહેન બેસે છે. શ્રાવકો ઘાસ ખવડાવે છે. (મોટો ભાગ) ગાયને ગાયમાતા તરીકે પૂજય માનીને આ કરે છે તો આ યોગ્ય છે ?
સમાધાન- આ એક પ્રકારની અજ્ઞાનતા છે. જૈનધર્મમાં ગાયને પૂજય કહી નથી. ગાયને ઘાસ ખવડાવવામાં બાધ નથી, પરંતુ ગાયમાતા છે એમ પૂજ્ય માનીને ઘાસ ખવડાવવાથી મિથ્યા માન્યતાનું પોષણ થાય છે. ધર્મસ્થાનોમાં આ રીતે મિથ્યાત્વનું પોષણ થાય તે જરાય યોગ્ય નથી.
શંકા– ૧૪૩. દેરાસર પ્રાચીન હોય, એમાં નીચેના ભાગમાં કમાનો બનાવી હોય, નીચે ભોયરું બનાવીને આપત્તિ કાળે ભગવાનની રક્ષા માટે રૂમ બનાવેલ હોય, દેરાસર સેંકડો વર્ષનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org