________________
શંકા-સમાધાન
સમાધાન– જરાય યોગ્ય નથી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘નિસીહિ' કહીને ગભારામાં પ્રવેશ કરવાનો છે. ‘નિસીહિ’નો અર્થ એ છે કે હવે હું પરમાત્માની ભક્તિ સિવાયની સર્વ પ્રવૃત્તિનો મન-વચનકાયાથી ત્યાગ કરું છું. પરમાત્માની ભક્તિ પૂર્ણ કર્યા વિના ગભારામાંથી બહાર નીકળવાથી ‘નિસીહિ'નો ભંગ થાય.
૫૩
ઘણા શ્રાવક-શ્રાવિકા એટલા બધા અજ્ઞાન હોય છે કે જેથી અમે અજ્ઞાન છીએ એવું પણ એમને ભાન હોતું નથી અને એથી સાધુસાધ્વીજીની પાસે જઇને વિધિને જાણવાની અને યથાશક્તિ વિધિનું પાલન કરવાની ભાવના જ હોતી નથી. આથી જ આવી અને બીજી પણ ઘણી અવિધિઓ થયા જ કરતી હોય છે.
શંકા- ૧૩૯. ખિસ્સામાં રહેલા મોબાઇલ ફોનની સ્વીચ ચાલુ રાખીને ગૃહસ્થોએ દેરાસર-ઉપાશ્રયમાં પ્રવેશ કરવો યોગ્ય છે ?
સમાધાન જરાય યોગ્ય નથી. જો ફોન આવે તો ચિત્ત તેમાં જાય એથી પરમાત્મભક્તિમાં એકાગ્રતા ન આવે. દેરાસરમાં નિસીહિ કહીને પ્રવેશ કરવાનો વિધિ છે. નિસીહિ શબ્દના ઉચ્ચારથી પરમાત્મભક્તિ સિવાયની તમામ માનસિક-વાચિક-કાયિક પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. આથી ફોન આવતાં ચિત્ત તેમાં જવાથી નિસીહિનો ભંગ થાય. એકાગ્રતા રહિત ચિત્તથી કરેલી પરમાત્મભક્તિથી યથાર્થ ફળ મળતું નથી.
ટ્રસ્ટીઓએ બોર્ડ આદિમાં લખીને આવી સૂચના કરવી જોઇએ. શંકા- ૧૪૦. દેરાસરની બહાર પાટિયા મૂકવાની પ્રથા છે તે શું કામ ? આ અંગે કોઇ શાસ્ર પાઠ મળે ? પાટિયા ન મૂકે તો શો દોષ લાગે ? શિલ્પશાસ્ત્રાનુસાર પ્રભુજીની દૃષ્ટિ રાજમાર્ગ સુધી જવી જોઇએ. પાટિયા મૂકવાથી દૃષ્ટિ રોકાય કે ન રોકાય ?
સમાધાન– ભગવાનની દૃષ્ટિમાં પડેલો આહાર શ્રાવક વગેરેથી ન વપરાય, પ્રભુજીને પૂંઠ ન થવી જોઇએ. જો પાટિયું ન મૂકેલું હોય તો જમણવાર આદિ પ્રસંગે ત્યાંથી આહાર લઇ જતાં પ્રભુની દૃષ્ટિ પડે. દર્શનાર્થી દવા સાથે લઇને આવ્યો હોય તો તેના ઉપર પ્રભુની દિષ્ટ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International