________________
૫૧
શંકા-સમાધાન
શંકા- ૧૩૧. જૈન વેપારી દેરાસરની સામગ્રીનો વેપાર કરે તો તેને દોષ લાગે ?
સમાધાન- બજારમાં ચાલતા ભાવ પ્રમાણે નફો મેળવે તો દોષ ન લાગે. દહેરાસરની સામગ્રીના બદલામાં આવેલી રકમ દેવદ્રવ્યની ન હોવી જોઇએ. દેવદ્રવ્યની રકમ બે પ્રકારની હોય છે. ૧. ઉછામણીથી ઉત્પન્ન થયેલી અને ૨. પ્રભુભક્તિ કરવા માટે શ્રાવકોએ સંઘના આગેવાનોને આપી હોય. આ બે પ્રકારમાંથી નફાની રકમ ઉછામણીથી ઉત્પન્ન થયેલ દેવદ્રવ્યની ન હોવી જોઇએ.
દેરાસરની સામગ્રીના વેપારમાં ઉછામણીથી ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યની રકમ નફામાં આવી જવાનો સંભવ રહે. આથી શ્રાવક આવો વેપાર ન કરે તે વધારે સારું છે. સાધુ-સાધ્વીના ઉપકરણના વેપારમાં પણ ઉપર મુજબ સમજવું. નફાની રકમ ઉપકરણોની ઉછામણીથી ઉત્પન્ન થયેલી ન હોવી જોઇએ.
શંકા- ૧૩૨. દેરાસરોમાં ભગવાનની ભક્તિ સિવાયની બીજી કોઈ પત્રિકાઓ લોકોને વાંચવા માટે મૂકી શકાય ? આજકાલ તો જૈનોના છોકરા-છોકરીઓના લગ્ન કરવા અંગેની, જૈનો માટે કોમ્યુટર વગેરે જાતજાતના વ્યવસાય શીખવા માટેની જાહેરખબરો ધંધાદારીઓ તરફથી દેરાસરમાં મૂકવામાં આવે છે તે યોગ્ય છે? અને ટ્રસ્ટીઓ મૂકવા દે છે તે યોગ્ય છે ?
સમાધાન– આવી જાહેરખબરો દેરાસરોમાં મૂકનારા અને મૂકવા દેનારા ટ્રસ્ટીઓ મહાદોષના ભાગીદાર બને છે. ટ્રસ્ટીઓએ આવી જાહેરખબર દેરાસરોમાં ન મૂકવાનું બોર્ડ લગાવવું જોઇએ. છતાં ગુપ્ત રીતે કોઈ મૂકી જાય તો ખબર પડતાં જ કાઢી નાખવી જોઇએ.
શંકા- ૧૩૩. શ્રાવકો લગ્નની પત્રિકા પર ભગવાનનું નામ લખીને દેરાસરોમાં મૂકે છે તે યોગ્ય છે ?
સમાધાન– આ જરાય યોગ્ય નથી. જે પ્રભુએ અબ્રહ્મને પાપનું કારણ કહ્યું છે, તે ભગવાનના નામે લગ્નની પત્રિકા કેવી રીતે લખાય? અને દેરાસરમાં પણ કેવી રીતે મૂકાય ? આ બીના જૈનોની ભારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org