________________
શંકા-સમાધાન
૪૩
અયોગ્ય હોય તો દૂધ-ઘી વગેરેની ચોરી પણ કરે. ટ્રસ્ટીઓએ આ અંગે પૂરું ધ્યાન આપવું જોઇએ. પૂજનારા ઓછા હોય તો પ્રતિમાઓ વધારવી ન જોઇએ?
શંકા- ૧૦૯. ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યાવાળી જ જોઇએ એવો નિયમ છે ?
સમાધાન– ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યાવાળી જ જોઇએ એવો કોઈ શાસ્ત્રપાઠ મારા જાણવામાં આવ્યો નથી.
શંકા- ૧૧૦. ચતુર્મુખ જિનાલયમાં પ્રતિમા તીર્થંકરની હોય કે સિદ્ધ ભગવંતની હોય ? તેમાં જે ધજા ચડે તે તીર્થકર અવસ્થાને અનુલક્ષીને હોય કે સિદ્ધ અવસ્થાને અનુલક્ષીને ?
સમાધાન- ચતુર્મુખ જિનાલયમાં તીર્થકર કે સિદ્ધ ભગવંત એ બેમાંથી કોઈની પણ પ્રતિમા રાખી શકાય. જો મૂળનાયકની પ્રતિમા તીર્થકર અવસ્થાની હોય તો ધજા તીર્થકર અવસ્થાને અને સિદ્ધ ભગવંતની અવસ્થાની હોય તો સિદ્ધ અવસ્થાને અનુલક્ષીને ધજા ચડાવવી જોઇએ.
શંકા- ૧૧૧. જિનમંદિરનો જીર્ણોદ્ધાર થાય ત્યારે જિનમંદિરમાં પ્રવેશ કરવાનો મુખ્ય દરવાજો ભગવાનના મૂળગભારાની સામે લેવામાં આવે છે, જેથી ભગવાનની દષ્ટિ સીધી રોડ ઉપર પડે. શું આ બરોબર છે ?
સમાધાન– એ બરોબર છે. શિલ્પશાસ્ત્રની દષ્ટિએ ભગવાનની દૃષ્ટિ રોડ ઉપર પડે એ શ્રેષ્ઠ ગણાય છે.
શંકા- ૧૧૨. આજકાલ નવી ઘડાયેલી પ્રતિમાજીઓને પણ ફક્ત બે એક વર્ષમાં જ ઓપ આપવાના બહાને ઘસવાનું ચલણ વધતું જાય છે. આ શાસ્ત્રોક્ત છે ?
સમાધાન- ઓપ આપ્યા વિના પણ જો પ્રતિમાજી સુશોભિત હોય તો ઓપ આપવા પ્રતિમાજીને ઘસવી એ યોગ્ય જણાતું નથી. કારણ કે તેમ કરવાથી પ્રતિમાજી જલદી વિનાશ પામે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org