________________
શંકા-સમાધાન
સમાધાન– જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના ન કરી, માટે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સંસારનું પરિભ્રમણ મટી જાય. આ જીવના લક્ષમાં રહે, એ માટે પ્રદક્ષિણા આપવાની છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણની આરાધનાથી સંસારનું પરિભ્રમણ મટે છે, એ જીવના લક્ષમાં રહે, એ માટે પ્રદક્ષિણાની એક, પાંચ, સાત વગેરે સંખ્યા ન બતાવતા ત્રણની સંખ્યા બતાવી.
શંકા- ૧૨૦. હમણાં હમણાં કોઈ કોઈ સ્થળે જિનમંદિરના શિખર ઉપર કઠેડો અને નિસરણી બનાવવામાં આવે છે. આ યોગ્ય છે ? શાસ્ત્રીય છે ?
સમાધાન– આ જરાય યોગ્ય નથી, અશાસ્ત્રીય છે. શિલ્પશાસ્ત્રમાં કોઈ પણ ગ્રંથમાં શિખર ઉપર કઠેડો બનાવવાનો ઉલ્લેખ નથી. કઠેડો બનાવવાથી મંદિરની શોભા ઘટી જાય છે. શિલ્પસ્થાપત્યનું સૌંદર્ય નષ્ટ થાય છે. જેમ પ્રતિમાજી પૂજય છે, તેમ જિનમંદિર પણ પૂજય છે. આથી જ મંદિરના શિખરનો અને કળશનો અભિષેક કરવાનું વિધાન છે. તેથી શિખર ઉપર કઠેડો બાંધવો એ આશાતનાનું કારણ છે.
જે પરિવાર તરફથી ધજા ચઢાવવાની હોય એ પરિવારના માણસો અધિક સંખ્યામાં સહેલાઈથી ઉપર ઊભા રહી શકે, એ માટે કઠેડો બનાવવામાં આવે છે અને સહેલાઈથી ચઢી શકે એ માટે નિસરણી બનાવવામાં આવે છે. પણ વાસ્તવમાં તો ઉપર ચડવાની જ જરૂર નથી. માત્ર પ્રતિષ્ઠા પ્રસંગે પહેલીવાર જ વિધિકાર, કળશ આદિનો અભિષેક કરનાર, ધજા ચડાવનાર બે ત્રણ માણસો સિવાય વધારે માણસોને ઉપર જવાની કોઈ જરૂર નથી. પ્રતિષ્ઠા બાદ સાલગીરીના અવસરે ધજા પોતાના હાથે જ ચઢાવવાની ભાવનાવાળો પરિવાર શિખર ઉપર ચડ્યા વિના જ નીચે રહીને પણ પોતાના હાથે ધજા ચઢાવી શકે તેવી રીતે શિલ્પશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. આથી શિલ્પી પાસેથી તેવી રીતે જાણીને તેવી ગોઠવણી કરવામાં આવે તો કઠેડો અને નિસરણીની કોઈ જરૂર ન રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org