________________
શંકા-સમાધાન
૪૧.
શંકા- ૧૦૩. પૂજનમાં સાધુ ભગવંતની હાજરીમાં શ્રાવિકા નૃત્ય કરી શકે ? સમાધાન- ગુરુની કે પુરુષની હાજરીમાં શ્રાવિકા નૃત્ય ન કરી શકે.
શંકા- ૧૦૪. આઠમ-ચૌદશ વગેરે પર્વતિથિએ પૂજા-પૂજનમાં ફળોનો ઉપયોગ કરી શકાય ? જો કરી શકાય તો શા માટે ? પર્વતિથિએ પૂજા-પૂજન માટે કોઇ ફળ લાવી આપે તો તેને દોષ લાગે?
સમાધાન- પર્વતિથિએ પણ પૂજા-પૂજનમાં ફળોનો ઉપયોગ કરી શકાય, કારણ કે પર્વતિથિએ ફળના ઉપયોગનો નિષેધ પોતાને ખાવા માટે છે. પૂજા-પૂજન માટે નહિ, અર્થાત્ પર્વતિથિએ ફળ પોતાનાથી ખવાય નહિ, પણ પૂજા-પૂજનમાં ફળનો ઉપયોગ કરી શકાય. આથી પર્વતિથિએ પૂજા-પૂજન માટે ફળ લાવી આપનારને દોષ લાગે નહિ.
જિનમંદિર સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૫. ઘરદેરાસર બનાવવું હોય તો શું કરવું જોઇએ? આ માટે કોઈ પુસ્તક પ્રકાશિત થયું હોય, તો તે પુસ્તક ક્યાંથી મળશે તે જણાવશો અથવા “કલ્યાણ'માં વિગતવાર માહિતી આપશોજી.
સમાધાન- શક્તિસંપન્ન દરેક શ્રાવકે ગૃહમંદિર બનાવવું જોઇએ એવી પરમાત્માની આજ્ઞા છે. ગૃહમંદિર બનાવવા માટે નીચેની વિગતો ખ્યાલમાં રાખવી જોઇએ- (૧) દિશા- ગૃહમંદિરમાં પૂજા કરનારે પૂર્વ કે ઉત્તર સન્મુખ રહીને પૂજા કરવી જોઈએ. આથી ગૃહમંદિરમાં પ્રતિમાજી દક્ષિણાભિમુખ કે પશ્ચિમાભિમુખ બિરાજમાન કરવા જોઇએ. (૨) સ્થાન- ઘરમાં પ્રવેશતાં પોતાની ડાબી બાજુએ પ્રતિમાજી બિરાજમાન કરવા જોઇએ. (૩) ઊંચાઈ- જ્યાં નીચે હાડકાં વગેરે અશુદ્ધ પદાર્થો દટાયેલા ન હોય, તેવી ભૂમિ ઉપર ઘરના પરથાળથી ઓછામાં ઓછી દોઢ હાથની ઊંચાઈએ પ્રતિમાજી બિરાજમાન કરવા જોઇએ. (૪) સ્વરૂપ- પ્રતિમાજી પાષાણના ન ચાલે, ધાતુ વગેરેના હોવા જોઇએ. (૫) પ્રતિમાજી પરિકર સહિત હોવા જોઇએ. (૬) પાષાણ, લેપ, હાથીદાંત, કાઇ, લોખંડ વગેરેની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org