________________
૪૦
શંકા-સમાધાન
તો પણ જો પૂજા-પૂજનને રાખનારાઓના અને પૂજા-પૂજનમાં બેસનારાઓના ભાવ સારા હોય તો ઘણો લાભ થાય.
આનો એવો અર્થ ન કરવો કે ગવૈયાઓ અને ક્રિયાકારકો ગમે તેવા ચાલે. ગવૈયાઓ અને ક્રિયાકારકો સારા હોય તો ભાવમાં વૃદ્ધિ થાય. ગવૈયાઓ આચારસંપન્ન અને સારું ગાનારા હોવા જોઈએ. વિધિકારકો પણ આચારસંપન્ન અને શુદ્ધ વિધિ કરાવનારા હોવા જોઇએ.
પૂજનોમાં રાત્રિભોજન, અભક્ષ્ય ભક્ષણ વગેરે ન થવું જોઇએ. પણ ઘણા સ્થળે આની કાળજી રખાતી નથી. ક્યારેક વિધિકારકો લાંબા લાંબા વિવેચનો કરીને જમણવારમાં રાત્રિભોજન થવામાં નિમિત્ત બનતા હોય છે. ક્યારેક વિધિકારકો અમુક સમય સુધી લાંબા લાંબા વિવેચનો કરે છે અને પછી છેલ્લો વિધિ જલદી જલદી જેમ તેમ પૂરો કરે તેવું બનતું હોય છે.
નાનું પણ અનુષ્ઠાન વિશુદ્ધ થાય તો ઘણો લાભ થાય, મોટું પણ અનુષ્ઠાન અશુદ્ધ રીતે થાય તો વિશેષ લાભ ન થાય. અનુષ્ઠાનને વિશુદ્ધ બનાવવા માટે સર્વપ્રથમ હૈયામાં પરમાત્મા પ્રત્યે પ્રેમ થવો જોઇએ. જયારે હૈયામાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે છે ત્યારે નાનું પણ અનુષ્ઠાન ભગવાનની આજ્ઞા મુજબ કરવાનું મન થાય છે. જેને ભગવાનની આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરવાની ભાવના થાય તે ગવૈયા અને વિધિકારકો તેવા જ લાવે કે જેથી પરમાત્મભક્તિમાં ભાવની વૃદ્ધિ થાય તથા રાત્રિભોજન અને અભક્ષ્યભક્ષણ વગેરે પાપો ન થવા દે. જ્યાં કેવળ દેખાવ માટે જ અથવા રિવાજ ખાતર જ પૂજાપૂજનો થાય ત્યાં આ બધું ન સચવાય.
શંકા- ૧૦૨. લગ્નપ્રસંગ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર આદિ મહાપૂજન પૂ. ગુરુ ભગવંતોની નિશ્રામાં કરવામાં આવે છે તે શાસ્ત્રદષ્ટિએ ઉચિત છે ?
સમાધાન– શ્રાવકે પોતાના લગ્નાદિ સાંસારિક પ્રસંગમાં ધર્મની મુખ્યતા રાખવી જોઈએ એવી જિનાજ્ઞાના પાલન માટે શ્રી સિદ્ધચક્ર આદિ મહાપૂજન પૂ. ગુરુભગવંતોની નિશ્રામાં કરે તો તે શાસ્ત્રદષ્ટિએ ઉચિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org