________________
३८
શંકા-સમાધાન
કેટલાક લાંબુ લાંબુ વિવેચન કરી રહ્યા છે તે જરા પણ યોગ્ય જણાતું નથી. એમાં પણ બપોર પછી પૂજન હોય અને શિયાળાના દિવસો હોય, તો તો લાંબુ લાંબુ વિવેચન કરવામાં રાત્રિભોજનનો દોષ લાગી જવાની પણ પૂરી સંભાવના છે.
શંકા- ૯૯.. પૂજા-પૂજન-ભાવનામાં ભાડૂતી ગવૈયા વગેરેનું પ્રભુભક્તિ સિવાયનું બીજું-ત્રીજું બોલવાનું ખૂબ વધી રહ્યું હોય એમ જણાય છે. તો એમના એવા બોલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી ખરો કે નહિ ?
સમાધાન પૂજા-પૂજન-ભાવનામાં પ્રભુભક્તિ સિવાયનું કશું બોલી શકાય નહિ. પૂજન વગેરે ચાલતું હોય ત્યારે હવે શાનું પૂજન શરૂ થાય છે એ પૂજનનો શો મહિમા છે ઇત્યાદિ સામાન્ય સમજ આપવી એ અલગ વાત છે અને લાંબા લાંબા વિવેચનો કરવા એ અલગ વાત છે. આથી જે મહાત્માની નિશ્રામાં પૂજા-પૂજન વગેરે હોય તે મહાત્માએ, પૂજા-પૂજનનો લાભ લેનાર ભાગ્યશાળીએ અને મંદિરઉપાશ્રયના ટ્રસ્ટી વિગેરેએ આ વિષે બરોબર લક્ષ આપવું જોઇએ. પહેલેથી ગવૈયાઓને પ્રભુભક્તિ સિવાયનું ન બોલવાનું સૂચન આપવું જોઇએ. છતાં બોલે તો અટકાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
પણ ખરી હકીકત એ છે કે આજે લગભગ બધાની નજર લોકસંખ્યાની વૃદ્ધિ ઉપર રહે છે. જ્યાં સુધી પૂજા-પૂજન-ભાવનામાં લોકસંખ્યાની વૃદ્ધિ ઉપર નજર હોય ત્યાં પ્રભુભક્તિ ઉપર લક્ષ ન રહે એ સહજ છે. જે મહાત્માની નિશ્રામાં પૂજન વગેરે હોય તે મહાત્માને એમ થાય કે મારી નિશ્રામાં થતા પૂજનમાં લોકસંખ્યા વધવી જોઇએ, પૂજનનો લાભ લેનાર ભાગ્યશાળીને મારા રાખેલા પૂજનમાં વિશાળ લોકસંખ્યા હતી એમ કહેવડાવવું હોય, વિધિકારકોનું અને ગવૈયાઓનું લક્ષ પોતાની પ્રસિદ્ધિ થાય તે તરફ હોય, તો કેવળ બાહ્ય આડંબર થાય અને ભક્તિ ગૌણ બને એમાં નવાઇ ન ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org