________________
૪૨
શંકા-સમાધાન
પ્રતિમા ન પૂજવી, કિન્તુ પીતલ વગેરે ધાતુની પ્રતિમા પૂજવી. (૭) માપ- ૧૧ ઇંચથી મોટા પ્રતિમાજી ન ચાલે. (૮) નામ- ઘરમાં જે મુખ્ય વ્યક્તિ હોય તેમની રાશિ વગેરેને અનુકૂળ હોય તે નામના પ્રભુજી પધરાવવા. (૯) શક્ય હોય ત્યાં સુધી પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન કરવા. (૧૦) જો પ્રતિમાજી નૂતન હોય તો ગુરુની પાસે અંજનશલાકા કરાવવી જોઈએ. પ્રાથમિક જરૂરી સામાન્ય વિગતો અહીં જણાવી છે. વિશેષ વિગતો ગુરુની પાસેથી જાણી લેવી જોઇએ. આ વિષે “ઘર ઘરની શોભા' એ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. તેના લેખક મુનિશ્રી વરબોધિવિજયજી (હાલ પૂ. આચાર્યદેવ વરબોધિસૂરિજી, સંપા.) છે એવો ખ્યાલ છે. તેના પ્રકાશકનું સરનામું નીચે મુજબ છે : દિવ્યદર્શન ટ્રસ્ટ, C/o. કુમારપાળ વી. શાહ, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭ ૮૧૦ (જિ. અમદાવાદ).
શંકા- ૧૦૬. ગૃહમંદિર કરવામાં પ્રભુજીને ભીંતમાં ગોખલો બનાવીને પધરાવી શકાય તેમ ન હોય, તો પ્રભુમૂર્તિની ઉપર ત્રણ છત્ર રાખવામાં આવે, તો ઉપરના માળવાળા લોકોનો પ્રભુની મૂર્તિ ઉપર ચાલવાનો દોષ ટળે ખરો ?
સમાધાન ન ટળે. ત્રણ છત્રો ભગવાનના અતિશયરૂપ છે, ઉપર ચાલવાનો દોષ દૂર કરવા માટે નથી.
શંકા- ૧૦૭. દહેરાસરમાં ભગવાનના ફોટા લગાવાય ?
સમાધાન- દહેરાસરમાં ભગવાનની પ્રતિમાઓ વિદ્યમાન છે. આથી ફોટાની કોઈ જરૂર નથી. દહેરાસરમાં ભગવાનના ફોટા લગાવવાની પ્રથા યોગ્ય જણાતી નથી.
શંકા- ૧૦૮. જિનમંદિરમાં કેટલા પ્રતિમાજી હોવા જોઇએ ?
સમાધાન- જિનમંદિરમાં પ્રતિમાજી કેટલા હોવા જોઇએ એનો નિર્ણય પૂજા કરનારા કેટલા છે એના આધારે થઈ શકે. પૂજા કરનારા ઓછા હોય અને પ્રતિમાજી વધારવામાં આવે તો પ્રતિમાજી પૂજારીના ભરોસે રાખવા પડે. પૂજારી પૂજા ગમે તેમ કરે અથવા કોઈને ખબર ન પડે તો પૂજા ન પણ કરે. એથી ઘણી આશાતના થાય. પૂજારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org