________________
શંકા-સમાધાન કૃત્યો કર્યા પછી તરત જ સ્નાન અને અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કર્યું છે. તો ઉપરના વિધાનની સાથે વિરોધ કઈ રીતે શમાવવો ?
સમાધાન- શ્રાવકને માટે સવારે વાસક્ષેપ, બપોરે અષ્ટપ્રકારી પૂજા અને સાંજે ધૂપ-દીપ પૂજા કરવાનું વિધાન પૂર્વધરશ્રી ઉમાસ્વાતિ મહારાજે કર્યું છે. આથી આ વિધાન ઘણુ પ્રાચીન છે. સમય જતાં વેપાર આદિના કારણે આ વિધાન પ્રમાણે પૂજા કરવાનું મુશ્કેલ બનતું ગયું. આથી પછીના મહાપુરુષોએ પોતાના ગ્રંથોમાં સવારના જ અષ્ટપ્રકારી પૂજા કરવાનો વિધિ જણાવ્યો. પૂજય ઉમાસ્વાતિ મહારાજાનું પૂજાસંબંધી વિધાન ઉત્સર્ગથી છે અને પછીના આચાર્યોનું પૂજા સંબંધી વિધાન અપવાદથી છે. આથી આ બંનેમાં કોઈ વિરોધ નથી. જો આજે કોઇને અનુકૂળતા હોય તો પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે ઉત્સર્ગથી પૂજા કરી શકે.
શંકા- ૧૯. પ્રભુજીની વાસક્ષેપ પૂજા બાદ ઉતારેલ વાસક્ષેપહવણ જળની જેમ મસ્તકે લગાવી શકાય ?
સમાધાન– પ્રભુજીની વાસક્ષેપ પૂજા બાદ ઉતારેલ વાસક્ષેપહવણ જળની જેમ મસ્તક આદિ ઉપર ચઢાવી શકાય, પણ પ્રભુજીના અંગ ઉપરથી ન લેવાય. પૂજારી પ્રભુજીના અંગ પરથી ઉતારી લે પછી લઈ શકાય.
શંકા- ૨૦. ભગવાનની પૂજા કરેલ વાસક્ષેપ, ચંદન પ્રભુજીના અંગુઠા વગેરે ઉપરથી લઈને ભગવાનની સામે જ પોતાના માથા ઉપર લગાડી શકાય ? આવી પ્રથા ક્યાંથી આવી ? પૂજા કરતાં કરતાં (અભિષેક કરતાં કરતાં) હવણ જળને પોતાના આખા શરીરે ઘણા લગાવતાં હોય છે, શું આમ કરી શકાય ?
સમાધાન– ભગવાનના અંગુઠા વગેરે ઉપરથી વાસક્ષેપ વગેરે લઈને પોતાના માથા ઉપર ન લગાડી શકાય. આમાં ભગવાનની આશાતનાનો દોષ લાગે. આવી પ્રથા ક્યાંથી આવી ? એ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે, અજ્ઞાની અને સુખલાલચુ જીવોએ આ પ્રથા શરૂ કરી છે. પૂર્વે આવું ક્યાંય જોવામાં આવતું ન હતું. હમણાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org