________________
શંકા-સમાધાન
૩૧
અહીં મરજી મુજબ કેમ ? બસ, રેલવે અને પ્લેન વગેરે બધા સ્થળે મરજી મુજબ વર્તી શકાય ખરું ? ધર્મસ્થાનમાં મરજી મુજબ વર્તન થાય છે, તેનું કારણ એક જ છે કે પરમાત્મા હૈયામાં જે રીતે વસવા જોઇએ તે રીતે વસ્યા નથી. જેના હૈયામાં ભગવાન સાચા અર્થમાં વસ્યા હોય, તે જીવને ધર્મની દરેક પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ કરવાની ભાવના હોય. એ માટે એ જીવ ભગવાનની આજ્ઞાને જાણવાનો પ્રયત્ન કરે. આજે ધર્મ કરનારાઓમાં ભગવાનની આજ્ઞાને જાણવાનો પ્રયત્ન કરનારા જીવો બહુ ઓછા જોવામાં આવે છે.
શંકા– ૮૧. પરમાત્માની પૂજા કરનારા કેટલાક ભાગ્યશાળીઓ પહેલાં પરમાત્માના ઘૂંટણ ઉપરના પગ દબાવે છે, પછી પરમાત્માની હથેળીમાં મસ્તક મૂકે છે, અડાડે છે. આ રીતે કરનારને દોષ લાગે ? પરિણામ તો ૧૦૦% ઊંચા જ હોવા છતાં દોષ સંભવે ખરો ?
સમાધાન- આપણે સર્વપ્રથમ એ વાત ખૂબ દઢ કરવાની જરૂર છે કે ધર્મ પરમાત્માની માત્ર ભક્તિમાં નથી, કિંતુ પરમાત્માની આજ્ઞામાં છે. પરમાત્માની ભક્તિ પણ પરમાત્માની આજ્ઞાપૂર્વક થાય તો જ ફળે. આથી જ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે “હે ભગવંત ! આપની ભક્તિ કરતાં ય આપની આજ્ઞા શ્રેષ્ઠ છે. આપની આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે.” પરમાત્માની પૂજાની વિધિમાં પરમાત્માના ઘૂંટણ ઉપરના પગ દબાવવાની કે પરમાત્માની હથેળીમાં મસ્તક મૂકવાની વિધિ નથી. આથી આ અવિધિ છે. એક કોઈ આવી અવિધિ કરે એટલે તેને જોઈને બીજાઓ પણ આ રીતે અવિધિ કરતા થાય. આથી અવિધિની પરંપરાનું પાપ પણ આવી અવિધિનો પ્રારંભ કરનારને લાગે.
પરિણામ તો ૧૦૦% ઊંચા જ છે' આ પણ કઈ રીતે માની શકાય? કારણ કે ધર્મમાં આપણા માનેલા પરિણામ કામ ન લાગે. ઉપદેશપદ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે “આજ્ઞાથી નિરપેક્ષ પરિણામ અજ્ઞાનતાના કારણે શુભ લાગતો હોવા છતાં અશુભ છે.” જેને આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તે આવી અવિધિ કરે નહિ. આવી અવિધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org