________________
૩૪
* શંકા-સમાધાન
શંકા- ૮૮, ધાતના મોટા પ્રતિમાજી બનાવ્યા હોય, તેમાં ત્રણ ખંડ કરીને રેણ વગેરેથી ફીટ કર્યા હોય તો તે પરમાત્મા અખંડ ગણાય ? તેવા ભગવાનની પૂજા થઈ શકે ? તેવા ભગવાનની અંજનવિધિ થઈ શકે ?
સમાધાન- ઉપરોક્ત રીતે તૈયાર કરવામાં આવેલ કોઈ પ્રાચીન પ્રતિમાજી મારા ખ્યાલ મુજબ હાલ મળતા નથી. લગભગ તો પ્રાચીન ઊભા ધાતુની પ્રતિમાજી સાંધાવાળા જોવામાં આવ્યા નથી. વર્તમાનમાં બે ત્રણ ખંડ જોડીને પ્રતિમાજી બન્યા હોય, એની અંજનવિધિ થઈ હોય, એ પૂજાતા પણ હોય, એમ કોક જગાએ જોવા મળે છે. કોઈ આવા પ્રતિમાજીને અખંડ ગણે છે, કોઈ અખંડ નથી ગણતા. એથી આ વિષયમાં ગીતાર્થો અને આ વિષયના અભ્યાસી મુનિઓનો, અનુભવી વિધિકારકોનો સંપર્ક સાધે, તો જ અંતિમ સાચા નિર્ણય પર આવી શકાય, એમ મને જણાય છે.
શંકા- ૮૯. પરિકરમાં ચાર ભગવાન હોય અથવા અષ્ટ પ્રાતિહાર્ય હોય તો પાટલુછણાથી સાફ કરી શકાય ?
સમાધાન– ન કરી શકાય. આશાતના થાય. ધોયેલું-અત્યંત સ્વચ્છ હોય તેવું પણ પાટલુછણું પરિકરને સાફ કરવાના ઉપયોગમાં ન લેવાય.
શંકા– ૯૦. શ્રાદ્ધવિધિ પ્રકરણમાં પૂજાના સત્તર ભેદ પછી ઉપયોગી માર્ગદર્શનમાં પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર સન્મુખ ઊભા રહી પૂજા કરે, દક્ષિણ દિશા વર્જવી અને વિદિશા તો સર્વથા વર્જન જ કરવા યોગ્ય છે” એમ કહ્યું છે. સામાન્ય રીતે સંઘના મૂળ દેરાસરોમાં મૂળનાયકનું મુખ પૂર્વ કે ઉત્તર દિશાની સન્મુખ હોય છે. એટલે શ્રાવકનું મુખ પશ્ચિમ કે દક્ષિણ દિશાએ રહીને મૂળનાયકની પૂજા કરે તે સ્વાભાવિક બને છે. ઉપર્યુક્ત શ્રાદ્ધવિધિના ફકરા નીચે તેમ ન થાય તો શિક્ષા મોટી થાય તેમ જણાવેલ છે.” તેથી સમાધાન કરવા વિનંતી.
સમાધાન- શ્રાદ્ધવિધિનો એ પાઠ ગૃહમંદિર માટે છે, સંઘમંદિર માટે નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org