________________
શંકા-સમાધાન
૩૩
(૨) વસ્ત્રશુદ્ધિ જેનાથી ઝાડો, પેશાબ કર્યા હોય તેવા, ફાટેલાં, સાંધેલા, બળેલા વગેરે વસ્ત્રોનો પૂજામાં ઉપયોગ ન કરવો અને સ્વચ્છ વસ્ત્રોથી પૂજા કરવી તે વસ્ત્રશુદ્ધિ.
(૩) ક્ષેત્રશુદ્ધિ– જિનમંદિર શલ્યથી રહિત ભૂમિમાં અને શાસ્ત્રોક્ત વિધિથી બાંધેલું હોય તે ક્ષેત્રશુદ્ધિ.
(૪) મનશુદ્ધિ– મનશુદ્ધિ મિથ્યાત્વાદિ દોષોને દૂર કરવાથી થાય છે. જિનપૂજા સિવાય મન બીજા વિચારવાળું બને તો મનની શુદ્ધિ રહેતી નથી.
(૫) વચનશુદ્ધિ– પૂજાના અવસરે જિનગુણોનું કીર્તન કરવું અને જિનપૂજા સિવાયના વચનનો ત્યાગ કરવો એ વચનની શુદ્ધિ છે. (૬) કાયશુદ્ધિ સ્નાન કરીને શુદ્ધ કાયાથી પૂજા કરવી તથા જિનપૂજા સિવાયની પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયાની શુદ્ધિ છે. (૭) પૂજાના ઉપકરણોની શુદ્ધિ– જિનપૂજા માટેની ચંદન વગેરે સામગ્રી શુદ્ધ હોવી જોઇએ.
શંકા- ૮૬. દેરાસરમાં ચૈત્યવંદન કર્યા પછી ભગવાનને ચોખાથી વધાવવામાં આવે છે. તે ચોખા પરિકર વગેરેમાં ભરાઇ જાય છે. ત્યાં કેસર-ચંદનનું નીતરતું પાણી ભળવાથી જીવાત પેદા થાય છે તથા ચોખા પગની નીચે ઠેબે ચડે છે તો આ અંગે શું કરી શકાય ?
સમાધાન– ચૈત્યવંદન પછી ચોખાથી ભગવાનને વધાવવાનો વિધિ નથી, માટે આ બંધ કરવું. જેથી ઉક્ત દોષ ન થાય.
શંકા- ૮૭. ભાવપૂજારૂપ ચૈત્યવંદન પૂર્ણ થયા બાદ ચોખાથી ભગવાનને વધાવીએ, તેમાં તે ચોખા પગ નીચે આવવાથી દોષ લાગે ?
સમાધાન– દ૨૨ોજની જિનપૂજામાં ચોખાથી ભગવાનને વધાવવાનો વિધિ નથી. જ્યાં ચોખાથી ભગવાનને વધાવવાનો વિધિ હોય, ત્યાં ચોખાથી ભગવાનને વધાવવામાં ઊછળેલા ચોખા અનુપયોગથી પગ નીચે આવી જાય તો ખ્યાલ આવતાં મિચ્છા મિ દુક્કડં આપી દેવાથી દોષથી મુક્ત બની જવાય. બને ત્યાં સુધી ઉપયોગ રાખવો.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org