________________
શંકા-સમાધાન
સમાધાન– જિનપ્રતિમા કે જિનમંદિર શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ દોષયુક્ત હોય તો તે દોષ કેટલો છે ? નાનો દોષ છે કે મોટો દોષ છે ઇત્યાદિ જાણ્યા પછી જ પૂજા કરનારને દોષ લાગે કે નહિ તેનો નિર્ણય કરી શકાય. આથી પ્રતિમામાં કે મંદિરમાં કેવો દોષ છે તે શિલ્પશાસ્ત્ર આદિના જાણકારની પાસે જાણીને તેના માર્ગદર્શન મુજબ કરવું જોઇએ. જો સંઘનું મંદિર હોય તો સંઘના આગેવાનોએટ્રસ્ટીઓએ સોમપુરા વગેરેની પાસેથી આ અંગે માર્ગદર્શન મેળવવું જોઇએ. જો જિનપ્રતિમામાં કે જિનમંદિરમાં તેવો કોઇ મોટો દોષ હોય તો સંભવ છે કે ભવિષ્યમાં સંઘને નુકસાન થાય.
30
શંકા— ૭૮. હમણાં શ્રાવક ધાતુની પ્રતિમા લાવીને નવકારથી પ્રતિષ્ઠિત કરીને પૂજા કરે તો તેને દોષ લાગે કે કેમ ? પૂજાનું ફળ તેને મળે કે નહિ ?
સમાધાન– આનો જવાબ પૂર્વે ૪૭ નંબરના શંકા-સમાધાનમાં આવી ગયો છે.
શંકા- ૭૯. ભગવાનના પરિકરની અંજનશલાકા-પ્રતિષ્ઠા થયેલી હોય તો તેમાં રહેલી કાઉસ્સગવાળી બે અને પદ્માસનવાળી બે પ્રતિમાઓની પૂજા થાય કે નહિ ?
સમાધાન- પરિકરમાં રહેલા ભગવાનની અંજનશલાકા થયેલી હોય તો દરરોજ તેની પૂજા થવી જ જોઇએ.
શંકા— ૮૦. ભગવાનના પગને પકડીને માથું-શરીર નમાવીને ઊભા રહેવાય ? ભગવાનના ખોળાને માથું અડાડીને ઊભા રહેવાય ?
સમાધાન– બંને રીતે ઊભા ન રહેવાય. અંગપૂજા સિવાય પ્રભુને અડાય પણ નહિ, તો પછી આ રીતે ઊભા કેવી રીતે રહેવાય ? આજે ધર્મસ્થાનમાં મરજી મુજબ ધર્મ કરનારો વર્ગ વધતો જાય છે. ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં નિયમ મુજબ વર્તનારો વર્ગ ધર્મસ્થાનમાં મરજી મુજબ વર્તે છે. ઘરમાં સૌ પોતાની મરજી મુજબ વર્તે, તો ઘર ચાલી શકે ખરું ? આવા વર્ગને મારે પૂછવું છે કે, તમે ઘરમાં અને દુકાન વગેરેમાં નિયમ મુજબ વર્તો છો ? ના, તો
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International