________________
શંકા-સમાધાન
શંકા- ૭૨. ભાવપૂજા થયા બાદ દ્રવ્યપૂજા થઇ શકે ? સમાધાન– દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા કરવાનું વિધાન છે. એટલે ભાવપૂજા પછી દ્રવ્યપૂજા કરવામાં અવિવિધ દોષ લાગે. શંકા ૭૩. ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિકની સાધના કરવી, એ વધુ ઉચ્ચ આરાધના ન કહેવાય ?
સમાધાન– ભગવાને જે જે આરાધના બતાવી છે, તે બધી આરાધનાઓ પોતપોતાના સ્થાને ઉચ્ચ છે, એટલે પૂજાના સ્થાને પૂજા ઉચ્ચ છે અને સામાયિકના સ્થાને સામાયિક ઉચ્ચ છે. એથી કોઇ એમ કહે કે, પૂજામાં હિંસા થાય છે, અને સામાયિક હિંસાથી રહિત છે, તેથી પૂજા કરવાના બદલે સામાયિક કરવી એમ માનીને પૂજા છોડીને સામાયિક કરે, તો તે બરાબર નથી. સામાયિકના સ્થાને સામાયિક ઉચ્ચ છે. તો પૂજાના સ્થાને પૂજા પણ ઉચ્ચ છે. કારણ બંને આરાધના ભગવાને જ બતાવી છે.
૨૮
શંકા ૭૪. ભમતિમાં બિરાજમાન પ્રતિમાની પૂજા થઇ શકે ? જો થઇ શકે તો કેવી રીતે થઇ શકે ?
સમાધાન– ભમતિમાં બિરાજમાન પ્રતિમાજીની પ્રાણપ્રતિષ્ઠા થઇ હોય તો પૂજા થઈ શકે. જેવી રીતે મંદિરમાં ગભારા વગેરેમાં બિરાજમાન પ્રતિમાજીની પૂજા થાય છે, તે જ રીતે ભમતિમાં બિરાજમાન પ્રાણપ્રતિષ્ઠાવાળા પ્રતિમાજીની પૂજા થઇ શકે. પ્રક્ષાલ, ચંદન, ફૂલ, ધૂપ, દીપ વગેરે બધા જ પ્રકારની પૂજા થઇ શકે. પણ આજે મોટા ભાગે ભમતિમાં બિરાજમાન પ્રતિમાજી પ્રાણપ્રતિષ્ઠા વિનાના મંગલમૂર્તિ રૂપે હોય છે. છતાં કોઇ સ્થળે પ્રાણપ્રતિષ્ઠાવાળા હોય તો સર્વ પ્રકારની પૂજા થઇ શકે. પ્રાણપ્રતિષ્ઠાવાળા પ્રતિમાજીની દ૨૨ોજ અવશ્ય પૂજા કરવી જોઇએ. પ્રાણપ્રતિષ્ઠાવાળા પ્રતિમાજી અપૂજ ન રખાય. અંજનશલાકાની વિધિ કરાય, ત્યારે ચ્યવનકલ્યાણકની વિધિમાં અંતર્ગત પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે. પ્રાણપ્રતિષ્ઠા એટલે પ્રાણાપાન વગેરે દશ પ્રકારના પ્રાણનો ન્યાસ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International