________________
શંકા-સમાધાન
૨૯ કરવો. સાદી ભાષામાં એમ કહી શકાય કે પ્રાણપ્રતિષ્ઠા એટલે નિર્જીવ પ્રતિમામાં પ્રાણનું આરોપણ કરવું.
શંકા- ૭૫. જિનમંદિરમાં અનેક પ્રતિમાજી હોય, ત્યારે કયા ક્રમથી પૂજા કરવી જોઇએ ?
સમાધાન- પહેલા ગભારામાં જે પ્રતિમાઓ હોય, તેની પૂજા કરવી જોઇએ. ગભારામાં પ્રથમ મૂળનાયકની પૂજા કરીને પછી પ્રભુજીની જમણી તરફના મોટા પ્રતિમાજી (આરસના પ્રતિમાજી)ની પૂજા કરવી જોઈએ. પછી જમણી તરફ પંચધાતુની પ્રતિમા, સિદ્ધચક્ર ભગવાન, ઋષિમંડલયંત્ર વગેરે જે જે પૂજનીય હોય તેની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ ડાબી તરફના મોટા પ્રતિમાજી (આરસના પ્રતિમાજી)ની પૂજા કરીને ધાતુના પ્રતિમાજી વગેરેની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ગભારાની બહાર ગોખલા વગેરેમાં બિરાજમાન પ્રતિમાઓની પૂજા કરવી જોઇએ. ત્યારબાદ ગૌતમસ્વામી વગેરે ગુરુમૂર્તિની પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ શાસનના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી વગેરેને મસ્તકે તિલક કરવું જોઇએ. ટૂંકમાં ક્રમ આ પ્રમાણે છે
(૧) મૂળનાયક પ્રભુજીની પૂજા. (૨) મૂળનાયકની જમણી તરફના પ્રતિમાજી વગેરેની પૂજા. (૩) મૂળનાયકની ડાબી તરફના પ્રતિમાજી વગેરેની પૂજા. (૪) ગભારાની બહારની જિનપ્રતિમાજીની પૂજા. (૫) ગૌતમસ્વામી વગેરે ગુરુમૂર્તિની પૂજા. (૬) યક્ષ-યક્ષિણી વગેરેની પૂજા રૂપે તિલક.
શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ફણાની પૂજા કરવાની જરૂર નથી. નવ અંગે પૂજા કરવાનું વિધાન છે. આથી નવ અંગ સિવાય ક્યાંય પૂજા કરવાની જરૂર નથી. શંકા- ૭૬. પ્રભુજીના લાંછનની પૂજા કરવી જોઇએ ? સમાધાન- પ્રભુજીના લાંછનની પૂજા કરવાની નથી. પ્રભુજીનાં નવ અંગો સિવાય ક્યાંય પૂજા કરવાની નથી.
શંકા- ૭૭. જિનપ્રતિમા કે જિનમંદિર શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ દોષયુક્ત હોય તો પૂજા કરનારને દોષ લાગે કે નહિ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org