________________
૨૬
શંકા-સમાધાન સમાધાન- ભગવાની ભક્તિ માટે ઉત્તમ દ્રવ્યો વાપરવા જોઇએ એવું શાસ્ત્રમાં વિધાન હોવાથી ભગવાનની ભક્તિ માટે ગભારામાં તો શુદ્ધ ઘી જ વાપરવું જોઈએ. પણ દેરાસરમાં પ્રકાશ થાય એ માટે શુદ્ધ કોપરેલ તેલ વાપરવામાં બહું બાધ જણાતો નથી. શાસ્ત્રમાં કેસર વગેરે ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કહ્યું છે. પ્રયત્ન કરવામાં આવે, તો આજે પણ શુદ્ધ કેસર મળી શકે છે. શુદ્ધ કેસર મોંઘુ હોય છે, એ અંગે જણાવવાનું કે સંસારના વ્યવહારમાં ઘણી વસ્તુઓ મોંઘી હોવા છતાં તે મોંઘી વસ્તુઓ જ વપરાય છે, ત્યાં મોંઘવારી નડતી નથી અને અહીં મોંઘવારી નડે છે, એ ભગવાન પ્રત્યે બહુમાનની ખામી સૂચવે છે.
'અષ્ટપ્રકારી પૂજા સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૮. જિનેશ્વર ભગવાનની પૂજામાં અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ આ પ્રકારે છે. જ્યારે પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં પ્રથમ પુષ્પ, બીજી ફળ, ત્રીજી અક્ષત, ચોથી જળ, પાંચમી ચંદન, છઠ્ઠી ધૂપ, સાતમી દીપ, આઠમી નૈવેદ્ય પૂજા આવે છે. આનું શું કારણ છે ?
સમાધાન– આ અંગે વિચારતા જણાય છે કે પૂજાના રચયિતા વીરવિજયજી મહારાજે પ્રસિદ્ધ ક્રમથી પૂજા રચી હોય. પણ પાછળથી કોઈ લેખકના દોષથી ક્રમમાં ફેરફાર થઈ ગયો હોય અને છપાવનારાઓએ તે જ પ્રમાણે છપાવી નાખ્યું હોય અથવા “પૂજા કરવાનો જે ક્રમ છે તે ક્રમથી જ પૂજા ભણાવવી જોઈએ એવો નિયમ નથી” એમ સૂચવવા આવા ભિન્ન ક્રમથી પૂજા રચી હોય એમ પણ સંભવે. તત્ત્વ તો કેવલી જાણે.
શંકા- ૬૯. મુંબઈમાં ઘણા સ્થળોમાં બરાસપૂજાના ચડાવા બોલાય છે ને અંગલુંછણાં થયા બાદ પહેલી બરાસપૂજા થાય છે. અષ્ટપ્રકારી પૂજામાં ક્યાંય બરાસપૂજા આવતી નથી. તો પછી બરાસપૂજા કેમ થાય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org