________________
શંકા-સમાધાન
૧૯
ખીલેલા હોય છે તે જોવા મળે. વિધિપૂર્વક થતી અંજનશલાકા જેમને યોગ્ય ન જણાય. તેનામાં સમ્યગ્દર્શન નથી એ નિશ્ચિત થાય છે. શંકા- ૪૮. ચૈત્યવંદન મહાભાષ્યમાં ધૂપપૂજાને અંગપૂજામાં ગણાવી છે તે કેવી રીતે સમજવું.
સમાધાન– ધૂપની ધૂમ્રસેર પ્રભુજીને સ્પર્શે એ અપેક્ષાએ ધૂપપૂજાને અંગ-પૂજા કહી હોય એમ સંભવે છે.
શંકા- ૪૯. શાસ્ત્રાનુસાર હાલ ઘણાં દહેરાસરોમાં ઘીના દીવા થાય છે. પણ તે ઘીના દીવા ખુલ્લા હોય છે, તેમજ ગ્લાસમાં નીચે પાણી હોય છે. બીજે દિવસે પણ તે જ પાણી હોય છે. ખુલ્લા દીવામાં જીવો મરવાની ઘણી સંભાવના રહે અને વાસી પાણી રાખે. તેના કરતાં તો ઇલેક્ટ્રીક ઉચિત ન ગણાય ?
સમાધાન- અહિંસાને પોતાના જીવનમાં જીવનારા અને અહિંસાના ઉપદેશક તીર્થંકરોના મંદિરમાં મહાહિંસક ઇલેક્ટ્રીક રાખવાનું જરાય ઉચિત નથી. તમે લખો છો, એ દિષ્ટએ પણ ઇલેક્ટ્રીકનું સમર્થન ન થાય. કેમકે, ખુલ્લા દીવામાં જે જીવવિરાધના સંભવિત છે એના કરતા તો કઇ ગણી વધુ જીવવિરાધના લાઇટ દ્વારા થતી હોય છે. લાઇટ કંઇ ઢાંકેલી હોતી નથી, લાઇટની વિરાધના તો ઘણી વધારે છે. ઘીના દીવા ખુલ્લા ન રહે અને પાણી વાસી ન રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
શંકા— ૫૦. વરખની આંગી બનાવવાનું વિધાન કયા શાસ્ત્રમાં છે ? સમાધાન– શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પંચાશક આદિ ગ્રંથોમાં સુવર્ણ, મોતી, મણિ આદિ ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કહ્યું છે. (પૂજા પંચાશક ગાથા-૧૫) સોના-ચાંદીના વરખ ઉત્તમ દ્રવ્ય છે. આથી સોના-ચાંદીના વરખથી જિનપૂજા કરવી એ શાસ્ત્રીય છે, અશાસ્ત્રીય નથી.
શંકા- ૫૧. સોના-ચાંદીના વરખ બનાવવા માટે બળદના આંતરચર્મનો ઉપયોગ થાય છે. બળદના આંતરચર્મ ઉપર સોના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org