________________
શંકા-સમાધાન
૨
૧.
શંકા- પ૩. કોઈ વ્યક્તિ ભગવાનની આંગી શોભાવવા માટે દાગીના ચડાવે, ફક્ત શોભાના આશયથી દાગીના ચડાવે, તો આંગી ઉતાર્યા પછી એ દાગીના પોતે વાપરી શકે ?
સમાધાન– ફક્ત શોભા માટે આ દાગીના હું ભગવાનને ચડાવું છું, આંગી ઉતાર્યા પછી હું વાપરીશ, આવા આશયથી (=સંકલ્પથી) આંગી માટે ભગવાનને દાગીના ચડાવે તો આંગી ઉતાર્યા પછી પોતે દાગીના વાપરી શકે છે, એ માટે દાગીનાની રકમ દેવદ્રવ્યમાં આપવી ન પડે. જો આવા આશય વિના જ ભગવાનની આંગી માટે દાગીના ચડાવે તો પછી એ દાગીના પોતાનાથી વાપરી શકાય નહિ.
શંકા- ૫૪. આજે કોઈ કોઈ આરાધકો જિનપૂજામાં પ્રભુજીની અંગરચના કરવામાં હાર વગેરે આભૂષણ પહેરાવે છે. પછી તે હાર વગેરે પોતાના ઘરે લઈ જાય છે, તો આવું કરી શકાય ?
સમાધાન– જો હાર વગેરે પ્રભુભક્તિ માટે જ બનાવ્યો હોય, તો આવું કરવું ન કહ્યું. પણ પોતાના ઉપયોગ માટે બનાવ્યો હોય, તો એનો પ્રભુભક્તિમાં થોડો સમય ઉપયોગ કરીને પછી ઘરે લઈ જઈ શકે છે, પણ તે હાર વગેરે એકવાર પણ પોતાના માટે ઉપયોગ કરેલ ન હોવો જોઇએ. આ અંગે સ્પષ્ટતા માટે (એનપ્રશ્ન ગ્રંથ ઉલ્લાસ-૩ પ્ર.૧૬ ૮) જુઓ.
શંકા– ૫૫. પ્રભુજીના ચક્ષુ-ટીકા વગેરે ઉખડી ગયા હોય, તો કયું દ્રવ્ય કંઈ રીતે મેળવીને તે ટીકાદિ ચોંટાડી શકાય ?
સમાધાન– ઘી નાંખીને રાળને ગરમ કરીને પછી તે રાળ દ્વારા ચક્ષુ અને ટીકાદિ પ્રભુના અંગે ચોંટાડી શકાય.
શંકા- પ. પરમાત્માની અંગરચનામાં મખમલનો ઉપયોગ કરી શકાય ?
સમાધાન – પરમાત્માની અંગરચના ઉત્કૃષ્ટ દ્રવ્યોથી કરવી જોઇએ. મખમલ ઉચ્ચ પ્રકારનું કાપડ ગણાય છે. આથી અંગરચનામાં મખમલનો ઉપયોગ કરવામાં બાધ જણાતો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org