________________
શંકા-સમાધાન
૧૮
થાય. પણ જ્યારે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરેલા પ્રતિમાજી મળી શકે તેમ હોય તો પણ જે અંજનાસુંદરીની જેમ પૂજા કરવાનો આગ્રહ રાખે તેને પૂજાનું ફળ ન મળે. કારણ કે તેને વિધિ પ્રત્યે જરાય આદરભાવ નથી. જેને વિધિ પ્રત્યે આદરભાવ નથી તેને પ્રભુ પ્રત્યે પણ આદરભાવ ન હોય. પ્રભુ પ્રત્યે આદરભાવ વિના કરેલી પૂજાનું ફળ તો ન મળે, બલ્કે પ્રભુ પ્રત્યે થયેલા અનાદરભાવના કારણે ઘણાં અશુભ કર્મો બંધાય. જેથી ભવાંતરમાં પણ ધર્મ દુર્લભ બને.
ભગવાનની આજ્ઞા છે કે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા ભગવાનના પ્રતિમાજી પૂજનીય બને છે. અધિવાસના-અંજનશલાકાનો વિધિ ક૨વાથી પ્રતિમાજી પૂજનીય બને છે, તે વિના નહિ. અંજનશલાકાનો આડંબર અનેક જીવોને સમ્યગ્દર્શન આદિ ધર્મ પમાડનારો બને છે. અંજનશલાકામાં પરમાત્માના પાંચ કલ્યાણકોની ઉજવણી કરવામાં આવે છે. પરમાત્માના પાંચે કલ્યાણકોમાં સમ્યગ્દષ્ટિ ઇન્દ્ર મહારાજા વગેરે દેવો પરમાત્માની અનુપમ ભક્તિ કરે છે. આજે આપણે સાક્ષાત્ પ્રભુના પાંચ કલ્યાણકોમાં ભક્તિ કરી શકીએ તેમ નથી. તેથી તેમની મૂર્તિના માધ્યમથી પાંચ કલ્યાણકોની ઉજવણી કરીને યત્કિંચિત્ પરમાત્મભક્તિ કરવાનો માર્ગ મહાપુરુષોએ બતાવ્યો છે. ઇન્દ્ર વગેરે સાક્ષાત્ પ્રભુની ભક્તિ કરીને જે કર્મનિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યરૂપ ફળ મેળવે તેના કરતાં અધિક ફળ મનુષ્ય પ્રભુજીના પ્રતિમાની ભક્તિ કરીને મેળવી લે, એમ પણ સંભવે. પાંચ કલ્યાણકોની ઉજવણી એ કોઇ નાટક નથી કે નથી ખેલતમાશો ! પાંચ કલ્યાણકોની ઉજવણી એ તો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનાં અને પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવવાનું ઉત્તમ અનુષ્ઠાન છે. આ પ્રસંગો ઉજવાતા હોય ત્યારે તેના ભાવાર્થોને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઉત્તમ કુળોમાં પતિ-પત્ની, પિતા-પુત્ર, સેવક-સ્વામી વગેરે સંબંધોમાં કેવી ઉત્તમ મર્યાદાઓ હતી તે જાણવા મળે તથા ઉત્તમપુરુષોમાં ત્યાગ, ઉદારતા, સમર્પણભાવ, નિર્મમત્વભાવ, વિરાગ વગેરે અનેક ગુણો કેવા
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org