________________
શંકા-સમાધાન
સ્પર્શી શકાય નહિ. ચંદન-કેસર પૂજા ભગવાનને સ્પર્શીને કરવાની હોય છે. આથી ચંદન-કેસર પૂજા સ્નાન કરીને પૂજા માટે અલાયદા રાખેલાં વસ્ત્રો પહેર્યા વિના ન થઇ શકે. વાસક્ષેપ પૂજામાં ભગવાનને સ્પર્શ ક૨વાનો હોતો નથી=સ્પર્શ કર્યા વિના વાસક્ષેપ પૂજા થઇ શકે છે. આથી સામાયિક-પ્રતિક્રમણના વસ્ત્રો પહેરીને ખેસથી મુખ બાંધીને ભગવાનને અડ્યા વિના વાસક્ષેપ પૂજા કરી શકાય. આથી સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એનો અર્થ એ છે કે વાસક્ષેપ પૂજા વગેરે મહત્ત્વનાં કાર્ય સિવાય સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ ન કરવો એવો અર્થ છે. જો “સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ ન કરવો' એવું બોર્ડ ન હોય તો લોકો ગમે ત્યારે ગમે તે રીતે ગભારામાં પ્રવેશ કરે અને એવું થાય તો ભગવાનની આશાતના થાય. આમ સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એવું બોર્ડ પણ બરોબર છે અને સ્નાન કર્યા સિવાય પ્રતિક્રમણના કપડામાં ગભારામાં જઇને વાસક્ષેપથી પૂજા થાય એ પણ બરોબર છે. મૂળવિધિ પ્રમાણે સવારે વાસક્ષેપ પૂજા કરવાની છે, અષ્ટપ્રકારી પૂજા નહિ. અષ્ટપ્રકારી પૂજા મધ્યાહ્ન સમયે ક૨વાની છે.
શંકા- ૧૬. મુખકોશ બાંધીને પછી ગભારામાં પ્રવેશ કરવો કે ગભારામાં પ્રવેશીને પછી મુખકોશ બાંધવો ?
સમાધાન– આ વિષે શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથની ૫૭મી ગાથામાં આ પ્રમાણે લખ્યું છે- શ્રાવક નિસીહિ બોલીને ગભારામાં પ્રવેશ કરે. પછી મુખકોશ બાંધવો વગેરે વિધિથી પૂજા કરે.
શંકા ૧૭. ભગવાનના પબાસન ઉપર ચડીને પૂજા કરવી એ યોગ્ય છે ?
સમાધાન– પબાસન ઉપર ચડી પૂજા કરવી યોગ્ય નથી. નાના બાળકો વગેરે પૂજા કરી શકે એ માટે ટેબલ વગેરેની ગોઠવણ કરી શકાય.
શંકા- ૧૮. શ્રાવક માટે સવારે વાસક્ષેપ, બપોરે અષ્ટપ્રકારી, સાંજે ધૂપ-દીપાદિ પૂજાનું વિધાન છે. તો શ્રાદ્ધદિન કૃત્ય આદિ ગ્રંથોમાં દિનચર્યા વિભાગમાં સવારે નમસ્કાર મહામંત્રનો પાઠ વગેરે
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International