________________
શંકા-સમાધાન
૧૫
સમાધાન- ગણધર-ગુરુની મૂર્તિ ગુરુની મુદ્રાવાળી અને સિદ્ધની મુદ્રાવાળી એમ બે પ્રકારની હોય છે. તેમાં ગુરુની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેસરથી અરિહંતમૂર્તિની પૂજા ન થાય, સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંતમૂર્તિની પૂજા થઈ શકે. ભગવાનની મૂર્તિ જેવી ગુરુમૂર્તિ હોય, તે સિદ્ધમુદ્રાવાળી ગુરુમૂર્તિ સમજવી. હાથમાં મુહપત્તિ અને ઓઘો વગેરે હોય, તે ગુરુમૂર્તિ ગુરુની મુદ્રાવાળી સમજવી. સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિમાં મુહપત્તિ-ઓઘો વગેરે ન હોય.
શંકા- ૪૧. લાંછનની પૂજા કર્યા પછી તે જ કેસરથી બીજા ભગવાનની પૂજા થઈ શકે ?
સમાધાન- ભગવાનનાં નવ અંગો સિવાય ક્યાંય પૂજા કરવાની નથી. છતાં લાંછનની પૂજા કરી હોય તો તે કેસરથી બીજા ભગવાનની પૂજા થઈ શકે.
શંકા- ૪૨. આજે ઘસાયેલું કેસર વધે તેને આવતીકાલે વાપરવામાં આવે છે, તો આમાં દોષ લાગે ?
સમાધાન- આજે ઘસાયેલું કેસર આવતીકાલે વાસી બની જાય. એથી તેનાથી જિનપૂજા ન થાય. આથી કેસરથી પૂજા કરનારને જિનાશાતના રૂપ દોષ લાગે. આવું જ્યાં બનતું હોય ત્યાં આગેવાનોને સમજાવીને વાસી કેસર પૂજામાં ન વપરાય તેમ કરવું જોઇએ. ઘસેલું કેસર વધ્યું હોય તો તેને સૂકવીને વાસક્ષેપ બનાવી શકાય. એનાથી વાસક્ષેપ પૂજા કરી શકાય.
પુષ્પ-ધૂપ-આંગી સંબંધી શંકા-સમાધાન શંકા– ૪૩. શ્રાવક પોતાના હાથે ફૂલ ચૂંટીને પૂજા કરે એમ કયા ગ્રંથમાં લખ્યું છે.
સમાધાન- શાંતિનાથ ચરિત્રમાં મંગળકળશ વાડીમાંથી પોતે ફૂલો ગ્રહણ કરીને પૂજા કરે છે, એવા અક્ષરો જોવામાં આવે છે. (સેનપ્રશ્ન ૩-૮૨૩).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org