________________
શંકા-સમાધાન
૧૩
સમાધાન– રૈવેયક વગેરેમાં પાણીની જેમ વનસ્પતિ પણ નથી એટલે જિનપૂજાની સામગ્રી નહિ હોવાથી તેમજ તે દેવોને ગમનાગમનાદિ પ્રયોજનનો અભાવ હોવાથી દ્રવ્યથી જિનપૂજા સંભવતી નથી.
અંગલુંછણા સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૪. અંગલુંછણાં પણ બધા ભગવાનના ભેગા વાપરવામાં આવે છે, આ યોગ્ય છે ?
સમાધાન– બધા ભગવાન ગુણોની દષ્ટિએ સમાન હોવાથી અંગલુંછણાં બધાં ભેગા વાપરવામાં દોષ નથી. પણ દેવ-દેવીનાં અંગલુંછણાં ભગવાન માટે ન વપરાય. માટે દેવ-દેવીનાં અંગલુછણાં જુદા હોવા જોઇએ.
શંકા- ૩૫. પ્રભુજીનાં ધોયેલાં અંગલુછણાં સૂકવવાની વ્યવસ્થા કેવી અને ક્યાં હોવી જોઇએ ? દેરાસરના ગભારામાં અને રંગમંડપમાં સૂકવી શકાય ?
સમાધાન– પ્રભુજીનાં ધોયેલા અંગલુંછણા ગભારામાં ન સૂકવી શકાય. કારણ કે તે સ્થાન પ્રભુજીને બિરાજમાન કરવા માટે છે. ગભારા સિવાય બીજા જે સ્થાનમાં અંગલુછણાંને લોકોના શરીરનો સ્પર્શ ન થાય તે સ્થાનમાં અંગલુંછણાં સૂકવી શકાય.
બરાસ-કેસર સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૬. આજે બરાસ ચોખ્ખો આવતો નથી. અશુદ્ધ બરાસથી પ્રતિમાજીને નુકસાન થાય છે. તેથી ઘણા દહેરાસરોમાં બરાસપૂજાની મનાઈ હોય છે. આ યોગ્ય છે ?
સમાધાન– આજે શુદ્ધ બરાસ મળી શકે છે. અનુભવીઓને પૂછીને શુદ્ધ બરાસ જ્યાં મળતું હોય ત્યાંથી મેળવીને શુદ્ધ બરાસથી પૂજા કરવી જોઈએ. દહેરાસરમાં બરાસપૂજાની મનાઈ ન કરવી જોઇએ પણ અશુદ્ધ બરાસથી પ્રતિમાજીને નુકસાન થાય છે માટે શુદ્ધ બરાસથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org