________________
શંકા-સમાધાન
૧૧
શંકા- ૨૫. પ્રભુજીની પૂજા કરતી વખતે પૂજાના દુહા હોઠ ફફડાવ્યા વિના મનમાં બોલવા જોઇએ. આ વાત બરોબર છે ? આને માટે શાસ્ત્રપાઠ મળે ?
સમાધાન- પ્રભુજીની પૂજા કરતી વખતે પૂજાના દુહા હોઠ ફફડાવ્યા વિના મનમાં બોલવા જોઈએ. આ વાત બરોબર છે. આ વિષે શ્રાદ્ધદિનકૃત્ય ગાથા ૫૮માં કહ્યું છે કે “જગતના બંધુ શ્રી જિનેશ્વરની પૂજા કરતો શ્રાવક શરીરે ખણવું, થુંક-બળખો વગેરે કાઢવું, સ્તુતિ-સ્તોત્રો બોલવાં, એ બધાનો ત્યાગ કરે.”
શંકા– ૨૬. ભગવાનની દૂધથી પ્રક્ષાલપૂજા થઈ ગયા પછી પાણીથી પ્રક્ષાલપૂજા થતી હોય અને તે પછી કોઈ આવે અને દૂધથી પ્રક્ષાલપૂજા કરે અને પછીથી પાણીથી પ્રક્ષાલ કરે તો વાંધો નહીં ને ?
સમાધાન– પાણીથી પ્રક્ષાલ શરૂ થયા પછી દૂધથી પ્રક્ષાલ ન થાય કેમકે અવિધિ થાય. જેણે પ્રક્ષાલપૂજા કરવી હોય તેણે જે પ્રતિમાજીને દૂધથી પ્રક્ષાલપૂજા ન થઈ હોય તે પ્રતિમાજીને પ્રક્ષાલપૂજા કરી શકે છે, અને એ પ્રતિમાજીને દૂધથી પ્રક્ષાલ કર્યા પછી જલથી પ્રક્ષાલ, અંગભૂંછણાં વગેરે પણ કરવું જોઇએ.
શંકા- ૨૭. મૂળનાયકને પ્રક્ષાલ ન થયો હોય, ઇત્યાદિ કારણથી પહેલાં ધાતુના કે પાષાણ વગેરેના નાના પ્રતિમાજીની કે સિદ્ધચક્રજીની પૂજા કરી હોય, તો તે જ કેસરથી મૂળનાયકની પૂજા થઈ શકે ?
સમાધાન થઈ શકે. આમાં કોઈ બાધ નથી.
શંકા- ૨૮. ભગવાન અને દેવ-દેવીના પ્રક્ષાલનું જળ એક (ભેગું) કરી શકાય ?
સમાધાન કરી શકાય.
શંકા- ૨૯. વૈશાખ સુદ ત્રીજના દિવસે પ્રભુજીનો શેરડીના રસથી પ્રક્ષાલ થાય છે, તે શાસ્ત્રીય છે ?
સમાધાન પંચાશક પ્રકરણ ગ્રંથમાં પૂજાવિધિ પંચાશકમાં પૂજાની સામગ્રીના વર્ણનમાં ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ ઇશુરસ વગેરેનો પણ ઉલ્લેખ કર્યો છે. આથી ઇક્ષુરસથી પ્રક્ષાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org