________________
૧૨
શંકા-સમાધાન
અશાસ્ત્રીય નથી. હા, પ્રક્ષાલજળને બહાર નાખવામાં વિવેક રાખવો જોઈએ. પ્રક્ષાલજળ જલદી સૂકાઈ જાય તેવી જગ્યામાં છૂટું છૂટું પધરાવી દેવું જોઈએ. જેથી તેમાં જીવોત્પત્તિ ન થાય અને કીડી વગેરે ન આવે તથા મનુષ્યોના પગ નીચે ન આવે તેવા સ્થળે પધરાવવું જોઇએ. કોઇના પગ નીચે ન આવે તેવા સ્થળે પ્રક્ષાલજળ પધરાવાથી આશાતના અને જીવહિંસા એ બે દોષો ન લાગે.
શંકા- ૩૦. અક્ષયતૃતીયાના દિવસે પ્રભુજીને ઈશુરસથી પ્રક્ષાલ કરવાથી ઘણી કીડીઓ થાય છે. આથી ઇક્ષુરસનો અભિષેક ઉચિત ખરો?
સમાધાન- ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં સ્નાત્રપૂજાની વિધિમાં ઘી, શેરડીરસ, દૂધ, દહીં અને સુગંધી જળ એ પંચામૃતથી પ્રભુજીને પ્રક્ષાલ કરવાનું જણાવ્યું છે. આથી અક્ષયતૃતીયાના દિવસે ઇક્ષુરસથી પ્રભુજીને પ્રક્ષાલ કરવામાં બાધ નથી. હવે કીડીઓ થાય છે એ પ્રશ્ન રહ્યો. જો આ પાણી જ્યાં જલદી સુકાઈ જાય અને લોકોની અવરજવર ન હોય તેવા સ્થળે પરઠવી દેવામાં આવે તો કીડીઓ થવાનો પ્રશ્ન ન રહે. અક્ષયતૃતીયાના દિવસે ઉનાળો હોય છે, એટલે પાણી જલદી સુકાઈ જાય. આમ છતાં ત્યાં કીડીઓ થાય તો પણ લોકોની અવરજવર ન હોવાના કારણે કીડીઓની વિરાધના ન થાય. પ્રભુભક્તિ વગેરે સર્વ કાર્યો યતના(જયણા)પૂર્વક કરવાનું વિધાન છે. શંકા- ૩૧. પ્રક્ષાલજળ ક્યાં પધરાવવું ?
સમાધાન– જલદી સુકાઈ જાય અને કોઇના પગ તેના ઉપર ન પડે તેવા સ્થાને પ્રક્ષાલજળ પધરાવવાનો વિધિ છે.
શંકા- ૩૨. પ્રક્ષાલનું જળ પગ નીચે આવે, તો તેની આશાતનાનું પાપ લાગે કે નહિ ?
સમાધાન– પ્રક્ષાલનું જળ પગ નીચે આવે તો તેની આશાતનાનું પાપ લાગે. આથી જ કોઇનો પગ ન લાગે તેવા સ્થાનમાં પ્રક્ષાલનું જળ પધરાવી દેવાની વિધિ છે.
શંકા- ૩૩. રૈવેયકાદિ દેવલોકમાં પાણી નથી તો ત્યાં રહેલા દેવો જિનપૂજા કેવી રીતે કરે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org