________________
૯
શંકા-સમાધાન
હમણાં આ પ્રથા શરૂ થઇ છે. અજ્ઞાની લોકો ગાડરિયા પ્રવાહ જેવા હોય છે. એકે ખોટું શરૂ કર્યું તેને જોઇને બીજો પણ તેમ કરે એમ અનેક લોકો કરતા થઇ જાય.
એક શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું- વાડામાં ૨૦ ઘેટાં છે. તેમાંથી એક ઘેટું બહાર જાય તો વાડામાં કેટલાં ઘેટાં રહે ? હોશિયાર વિદ્યાર્થીએ જવાબ આપ્યો- એકેય ઘેટું ન રહે . શિક્ષકે કહ્યું: વીસમાંથી એક જાય તો કેટલા રહે, એટલીય તને ખબર નથી ? વિદ્યાર્થીએ નિર્ભયપણે કહ્યું: સર, વીસમાંથી એક જાય તો ઓગણીસ રહે એવો સીધો સાદો જવાબ હું કેમ ન સમજી શકું ? પણ વાત એમ છે કે, વાડામાંથી એક ઘેટું બહાર નીકળે એટલે બીજા બધાય ઘેટાં બહાર નીકળ્યા વિના ન રહે. માટે મેં એકેય ઘેટું ન રહે એવો જવાબ આપ્યો.
અજ્ઞાની લોકો પણ આવા હોય છે. આ પ્રથા જેમ બને તેમ જલદી બંધ થવી જોઇએ. કોઇ એક ખોટી પ્રથા વ્યાપક બની જાય, પછી તેને કાઢવાનું મુશ્કેલ બની જાય. દરેક સ્થળે ટ્રસ્ટીઓને આ વાત સમજાવીને બોર્ડ આદિ દ્વારા આ પ્રથાને બંધ કરવી જરૂરી છે.
અભિષેક કરતાં કરતાં ન્હવણ જળ પોતાના શરીરે લગાડવાની પ્રથા પણ તદ્દન ખોટી છે. ભગવાનની આશાતના કરનારી છે. ન્હવણ જળ પોતાના શરીરે લગાડવામાં વાંધો નથી. પણ પૂજા કરતાં કરતાં નહિ, કિંતુ પૂજા પૂર્ણ થયા બાદ કુંડી વગેરેમાં રહેલા ન્હવણ જળને પોતાને શરીરે લગાડી શકાય.
પ્રક્ષાલ સંબંધી શંકા-સમાધાન
શંકા- ૨૧. પ્રક્ષાલ સવારે સાડા પાંચ વાગે થાય, તે યોગ્ય છે ? સમાધાન– સવારે સાડા પાંચ વાગે પ્રક્ષાલ થાય તે યોગ્ય નથી. લાઇટ વિના પ્રતિમાજી સ્પષ્ટ દેખાય, તેવા સમયે પ્રક્ષાલ પૂજા કરવી જોઇએ. અજવાળું થયા વિના પ્રક્ષાલપૂજા કરવામાં પ્રતિમાજી ઉ૫૨ કોઇ જીવજંતુ હોય, તો તેની વિરાધના થાય. પૂજા જયણાપૂર્વક કરવાની છે. અંધારામાં કે લાઇટના પ્રકાશમાં જયણા થઇ શકે નહિ,
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International