________________
શંકા-સમાધાન
પૂજા સંબંધી શંકા-સમાધાન શંકા- ૭. પૂજારી કેવો હોવો જોઇએ ?
સમાધાન– ભગવાનની આશાતનારૂપ પાપથી ભય પામતો હોય, વિધિમાં ઘાલ-મેલ ન કરતો હોય, દેરાસરમાંથી પૈસા અને દૂધ વગેરેની ચોરી ન કરતો હોય, દારૂ વગેરે વ્યસનથી રહિત હોય, ઇત્યાદિ ગુણોથી યુક્ત હોય તેવો પૂજારી રાખવો જોઇએ. દારૂ પીતો હોય વગેરે દુર્ગુણથી યુક્ત પૂજારી ન રખાય. આવા પૂજારીને રાખનાર આગેવાન જિનાશાતના અને ધર્મદ્રવ્યનો અપવ્યય વગેરે દોષના ભાગીદાર બને.
શંકા– ૮. દિવસમાં જિનપૂજા ક્યારે કરવાની છે ? સમાધાન– દરેક શ્રાવકે સવારે, બપોરે અને સાંજે એમ ત્રિકાળ પૂજા કરવી જોઇએ. તેમાં સવારે અજવાળું થયા પછી વાસક્ષેપ પૂજા કરવી જોઈએ, બપોરે અષ્ટપ્રકારી વગેરે પૂજા કરે. સાંજે પ્રતિક્રમણ પહેલાં આરતી-મંગળ દીવો ધૂપ-દીપ પૂજા કરે.
શંકા- ૯. ક્યારેક સંયોગવશાત્ પ્રભુપૂજા સવારે વહેલી સૂર્યોદય પૂર્વે કરવી હોય તો કરી શકાય ? સમાધાન– અપવાદમાર્ગથી કરી શકાય.
શંકા- ૧૦. શ્રાવક પૂજા કરતા પહેલા જિનની આજ્ઞા શિરોધાર્ય કરવા માટે લલાટે તિલક કરે એ પ્રસિદ્ધ છે. સંબોધ પ્રકરણમાં કંઠ, હૃદય અને ઉરપ્રદેશમાં પણ તિલક કરે એમ જણાવ્યું છે, તેનો શો અર્થ છે?
સમાધાન– આ કંઠથી આપના જ ગુણો ગાઈશ એ હેતુથી કંઠે તિલક કરે. આ હૃદયસિંહાસનમાં આપને જ બિરાજમાન કરીશ એવા ભાવથી હૃદયે તિલક કરે. હે પ્રભુ ! આ ઉદરમાં અભક્ષ્ય વસ્તુ નહિ નાખું એવા ભાવથી ઉદરે તિલક કરે.
શંકા- ૧૧. દેરાસરમાં જિનેશ્વરની સમક્ષ કપાળમાં તિલક કરતાં પડદો આડો કરવો કે નહિ ?
સમાધાન– “પડદા વિના તિલક ન કરાય તેવા અક્ષરો જોયા નથી. (એનપ્રશ્ન ૧-૯૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org