________________
શંકા-સમાધાન
ત્યારથી આરંભી મધ્યાહ્ન સુધીમાં ગમે ત્યારે સ્નાત્રપૂજા કરી શકાય. કોઈને દરરોજ સ્નાત્રપૂજા કરવાનો નિયમ હોય અને કોઇ તેવા કારણથી મધ્યાહ્ન સુધીમાં ન થઈ શકે, તો મધ્યાહ્ન પછી પણ સૂર્યાસ્ત સુધીમાં સ્નાત્ર પૂજા કરી શકાય. સત્તર ભેદી પૂજા વગેરે મોટી પૂજા પહેલાં જે સ્નાત્ર ભણાવવાનો વિધિ છે, તે તો જ્યારે મોટી પૂજા હોય, ત્યારે એ પૂજાની પહેલાં સ્નાત્ર ભણાવવું જોઇએ.
શંકા- ૪. સ્નાત્રપૂજા કે બીજી મોટી પૂજા ભણાવવી હોય, ત્યારે ક્યા ભગવાન જોઇએ ?
સમાધાન- પહેલા નંબરમાં પંચતીર્થી પ્રતિમા જોઇએ. આ જો શક્ય ન બને, તો ૨૪ જિનેશ્વરમાંથી કોઈપણ જિનની પ્રતિમા સમક્ષ સ્નાત્ર પૂજા કે બીજી મોટી પૂજા ભણાવી શકાય. જેમકે કોઇ ગામમાં પંચતીર્થી સિવાયની એક જ પ્રતિમાજી હોય, તો તે પ્રતિમાજી સમક્ષ સ્નાત્રપૂજા કે મોટી પૂજા ભણાવી શકાય.
શંકા- પ. સ્નાત્ર મહોત્સવમાં ભગવાનના માતા-પિતા બનાવી ચૌદ સુપન વગેરેનું વર્ણન કરી સ્નાત્ર મહોત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રવૃત્તિ યોગ્ય છે ?
સમાધાન- સ્નાત્ર મહોત્સવ ઉજવવામાં વાંધો નથી. સ્નાત્ર મહોત્સવ પ્રભુભક્તિ રૂપ છે. પણ તેમાં માતા-પિતા બનાવવા, ચૌદ સ્વપ્રોનું વર્ણન વગેરે યોગ્ય નથી. અહીં કદાચ કોઈ દલીલ કરે કે અંજનશલાકામાં પ્રભુજીનાં મા-બાપ બનવાનું આવે જ છે. આનું સમાધાન એ છે કે અંજનશલાકામાં પ્રભુજીના માતા-પિતા બનવાનું શાસ્ત્રમાં વિહિત છે. સ્નાત્ર મહોત્સવમાં તેવું વિધાન નથી.
શંકા- ૬. સ્નાત્ર ભણાવ્યા બાદ આરતી-મંગળ દીવો, શાંતિકળશ પહેલા કરવા કે પછી કરવા ?
સમાધાન- સ્નાત્ર ભણાવ્યા બાદ આરતી-મંગળ દીવો કર્યા પછી શાંતિકળશ કરાય છે, એવું વર્તમાનમાં જોવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org