________________
શંકા-સમાધાન
| શ્રી ધરણેન્દ્ર પવાવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિ ગુરુભ્યો નમઃ ||
ઐ નમ:
| શંકા-સમાધાન
(ભાગ-૧) લેખક- પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ
સ્નાત્રપૂજા સંબંધી શંકા-સમાધાન શંકા– ૧. માસિક સ્નાત્ર પૂજા ભણાવવાનો સામૂહિક નકરો રાખ્યો હોય, તે પૈસાનો વધારો કયા ખાતામાં લઈ જવાય ?
સમાધાન– આ પૈસા પ્રભુભક્તિના ખાતામાં લઈ જવાય. કારણ કે સ્નાત્રપૂજા પ્રભુભક્તિરૂપ છે.
શંકા- ૨. શ્રીસંઘ તરફથી કોઈ સ્નાત્ર રોજ ભણાવતું ન હોય, પરંતુ કોઇ મંડળ રોજ સ્નાત્ર ભણાવતું હોય અને તે અંગેની દૂધ વગેરે વ્યવસ્થા સંઘ કરતો હોય, તો (જિનભક્તિરૂ૫) સ્નાત્ર અંગે જમા થતી નકરાની રકમ જિનભક્તિ સ્વરૂપ કેસર, સુખડ, દૂધ, ઘી ઇત્યાદિના દેરાસર સાધારણમાં જમા થઈ શકે કે નહિ ?
સમાધાન- દૂધ વગેરે સામગ્રી દેવદ્રવ્યમાંથી ન આવતી હોય અને સિંહાસન વગેરે સામગ્રી દેવદ્રવ્યની ન હોય તો સ્નાત્ર અંગે જમા થતી નકરાની રકમ જિનભક્તિ સ્વરૂપ કેસર વગેરેના દેરાસર સાધારણમાં જમા થઈ શકે.
શંકા- ૩. સ્નાત્રપૂજાનો સમય કયો છે ? દિવસમાં ગમે ત્યારે સ્નાત્રપૂજા થઈ શકે ?
સમાધાન– વિસ્તારથી દ્રવ્યપૂજા કરવાનો શાસ્ત્રીય વિધિ મધ્યાહ્નનો છે. એ દૃષ્ટિએ સ્નાત્રપૂજાનો સમય મધ્યાહ્નનો છે. આમ છતાં તે સમય અનુકૂળ ન હોય, તો સવારના અજવાળું થાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org