________________
શંકા-સમાધાન
શંકા-સમાધાનની પૂર્વભૂમિકા
‘કલ્યાણ' માસિકમાં અટકી પડેલા શંકા અને સમાધાન વિભાગને પુનઃ આરંભ કરતાં કલ્યાણ માસિકના સંપાદકશ્રીના હૃદયોદ્ગાર... તેમના જ શબ્દોમાં...
‘કલ્યાણ'ના હજારો વાંચકોની જિજ્ઞાસાને સંતોષવા આ જાન્યુઆરી-૨૦૦૧ અંકથી વાચકો-ચાહકોનો અતિપ્રિય ‘શંકા અને સમાધાન' વિભાગ પુનઃ આરંભાય છે. ‘કલ્યાણ’ પર જેઓશ્રીની સતત કૃપાદિષ્ટ રહી છે, અનેક લેખમાળાઓ પીરસવા દ્વારા જેઓશ્રી ‘કલ્યાણ’ માટે જરાય અપરિચિત નથી, એવા પૂ.આ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજે પ્રસ્તુત વિભાગ સંભાળવાની અમારી વિનંતીનો સ્વીકાર કરીને જે કૃપાદૃષ્ટિ કરી છે, એ બદલ કયા શબ્દોમાં ઉપકાર માનવો, એ સમજી શકાતું નથી. જેઓશ્રીની વિદ્વત્તા, સંયમપ્રિયતા અને પ્રવચનશૈલી સકળ સંઘમાં સુપ્રસિદ્ધ છે અને નાના-મોટા અનેક પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોનાં ‘ભાવાનુવાદક’ તરીકે જેઓશ્રીની નામનાકામના તો બિનહરીફનું બિરૂદ પામે એવી છે. આવા પૂજ્યશ્રીના પ્રભાવે આ વિભાગ દ૨ અંકે પ્રસિદ્ધ કરવા ‘કલ્યાણ’ પુરુષાર્થશીલ રહેશે. વાંચકોને ‘કલ્યાણ'ના માધ્યમે પ્રશ્નો પાઠવવાનું આમંત્રણ છે.
‘કલ્યાણ’માં પૂજ્યશ્રી દ્વારા શંકા-સમાધાન વિભાગ શરૂ થયા પછી ૨૧ મહિના પસાર થયા પછી કલ્યાણના સંપાદકશ્રી જણાવે છે કે– ‘કલ્યાણ'ના વાંચકો માટે અત્યંત પ્રિય બનેલો આ વિભાગ પ્રારંભાયો, ત્યારથી નિયમિત પ્રકાશિત કરવાની ભાવનાને સફળ બનાવી શક્યા છીએ, એ બદલ સમાધાનદાતા વિદ્વર્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાના ખૂબ ખૂબ ઋણી છીએ. અસ્વસ્થ તબિયતમાં પણ અનેક ગ્રંથોના ભાવાનુવાદની પ્રવૃત્તિ રૂપ શ્રુત-સ્વાધ્યાયમાં સતત નિમગ્ન હોવા છતાં ‘કલ્યાણ' માટે ખાસ સમય ફાળવીને ‘કલ્યાણ'ના માધ્યમે હજારો વાંચકોના
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International