________________
ભૂમિકા
આ ગ્રન્ય “સમણ સુત્ત ની સંકલના પૂજ્ય વિનેબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયેાજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી.
આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે.
વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે–આત્મા અને પરમાત્મા. તસ્વરૂપ આ બે સ્તંભ પર ધર્મનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યાં છે. વિશ્વના કેટલાય ધર્મો આત્મવાદી છે અને સાથે ઈશ્વરવાદી પણ છે, તે વળી કેટલાય નિરીશ્વરવાદી છે.
ઇશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સુષ્ટિને કર્તા, ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે. સૃષ્ટિને તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતા, પરમપિતા, વગેરે નામથી ઓળખે છે. આ પરંપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે, દુષ્ટને નાશ કરે છે, સુષ્ટિનું સંરક્ષણ કરે છે અને એમાં સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરંપરા ?
- બીજી પરંપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પરંપરા વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org