________________
૧૯
યૌવન વય : લગ્ન જીવન : પ્રભુતામાં પગલાં – અમદાવાદની શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિના સભ્ય શ્રી અરવિંદભાઈ શેઠ તથા શારદાબેનની સુપુત્રી કાશ્મીર સાથે શ્રી ધનંજયના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષ સાધન-સંપન્ન અને કાશ્મીરા-ધનંજયનું રૂડું રૂપાળું યુગલ વિધાતાને ઘડતાં પણ કદાચ ઈર્ષા ઉપજાવે તેવું.
જીવન-પ્રવાહમાં આ જુગલ–જેડીની સંસાર–નાવ આનંદ-મંગળ-સુખપૂર્વક સરકતી જતી હતી–પાંચ વર્ષ તે આંખના પલકારામાં પસાર થયા ત્યાં તો “કુર વિધાતા” એ પિતાનો કારમે પજે યુવાન ધનંજય પર ચલાવ્યા.
માનવી પોતાના જીવનમાં કેટકેટલી આશાઓ અને કેટકેટલા અરમાનો સેવતો હોય છે પરંતુ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તેને ખ્યાલ બિચારાને સ્વપ્ન પણ કયાંથી આવે ?
કાળને તો કહીયે શું, જરાયે ના ચૂકિ. પાંચ આંગળીઓમાંથી, અંગુઠે વાઢ મૂકિયો.”
શ્રી ઉમાશંકર જોષી હજુ તે યૌવનના આંગણે પગરણ-માંડયા ત્યાં જ આટલી નાનકડી જીંદગીમાં કાળ ભરખી ગયા. પિતાના ધંધાર્થે દર મહિને એક વાર મુંબાઈ જતા. આ વખતે પણ હંમેશની જેમ, માતા-પિતા-પત્નીને મળીને, ફૂલ જેવા કમળ બે બાળકે (“હષ” ઉ. વર્ષ ૩, તથા કશા–ઉ. વર્ષ એક)ને રમાડી, સમજાવી, રાજી, કરી, “કાલે સવારે તે વહેલા આવી જઈશ” કહી, મુંબાઈ તરફ પ્રયાણ કર્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org