________________
૩૩
ભારતના ઈતિહાસમાં કટેકટીને સમય. શાળાની દિવસની નોકરી દરમિયાન સાંજના સમયે શ્રી. કે. જી. શાહ સાહેબ ફતાસા પળમાં આવેલી એક સમૃદ્ધ કાપડની શેઠ હીરાચંદ રતનચંદ નામની પેઢીમાં પાર્ટ ટાઈમ કોરસપોન્ડન્સ ટાઈપીસ્ટ તરીકે પણ કરી કરતા. ગુજરાતની શાળાઓને કટેકટીને સમય. શાળાઓ લગભગ છ મહિના બંધ. સંચાલકે આર્થિક મુશ્કેલીમાં.
આ સમયે શ્રી શાહ સાહેબ પેઢીમાં કુલ ટાઈમ થઈ ગયા અને પેઢીમાં ૧૯૪૨ થી ૧૫ર સુધી નિષ્ઠાથી કામ કર્યું. આર્થિક લાભ પણ સારો હતો. કમનસીબે પેઢીને મુશ્કેલી આવી અને શ્રી કે. જી. શાહ સાહેબની નિમણુંક ધી વનિતા વિશ્રામ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે થઈ. (મેલ કરવત, ફીર મોચીકા મેચી) છતાં કુદરતે એક દિવસ પણ બેકાર રાખ્યા નથી. (૧૯૫૨-૫૩) આ શાળામાંથી વગર પગારે રજા લઈ, શાળા શિક્ષક માટે જરૂરી B.Ed. ની ડીગ્રી મેળવી: ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ કલાસ: ૧૯૫૩-૫૪ અને શાળામાં જોડાઈ ગયા. ૧૯૫૪માં L, D. આર્સમાં અંગ્રેજીનાં અધ્યાપકની જગા ખાલી પડી-નિમણુંક ન થઈ. કુદરતની કરામત, અને બીજા વર્ષે H. L. કેમસ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક શ્રી K. C. પરીખની નિમણુક G. U. ના રજીસ્ટ્રાર તરિકે થતાં, તે જગા જૂનના અંતમાં ખાલી પડી. આ વખતે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના માનદ્ મંત્રી શ્રી s. M. શાહ સાહેબ હતા. જેઓ ૧૯૩૫માં F.Y. Arts માં તેમના મેથેમેટીક્સના પ્રોફેસર હતા અને તેમને સારી રીતે ઓળખતા તેથી તેમની નિમણુંક, ઈન્ટરવ્યુની કડાકુટ વગર થઈ ગઈ. શૈક્ષણિક લાયકાતને ચોગ્ય તક મળી ગઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org