Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 353
________________ - કાળાં નાણાનું મહત્તવ વસ્તુત: ધર્મ–પષક નથી ધર્મ-વિધાતક છે, માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ન્યાય આપવા માટે નૂતન ચિન્તન આવશ્યક છે, અને તેને અનુરૂપ પરિવર્તન – પરિમાર્જન કરવા પ્રખર પુરુષાર્થ ને અણનમ. હિંમતની જરૂર છે. જ ટુંકમાં ગચ્છનો મહિમા એ જ શાસનનો મહિમા નથી. સંપ્રદાયની ચડતી – પડતી એ જ શાસનની: ચડતી – પડતી નથી, અને, મંદિરો, મહોત્સવ, ઉપાશ્રય વરઘોડા એ જ કંઈજિનશાસન નથી. ખરું જિનશાસન તે આપણું આત્મામાં વસે છે. અનેકાન્ત, અહિંસા, અપરિગ્રહ, આચાર – શુદ્ધિ, વીતરાગતા, અને, વિશ્વમૈત્રી એ જ વાસ્તવિક જિનશાસન છે. અને છેલ્લે શ્રી વિજય વલ્લભસૂરિજીએ કહેલું તે વાંચીએઃ “બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ, શ્રી મહાવીર સ્વામીની જય જય બેલે અને જિનશાસનની વૃદ્ધિ માટે “જૈન વિશ્વ—વિદ્યાલય” નામે એક સંસ્થા સ્થાપિત થાય, તેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય, અને ધર્મને બાધ ન આવે તેવી રીતે રાજ્યાધિકારમાં જૈનેનો વધારો થાય. પરિણામે બધા જૈન. શિક્ષિત થાય અને ભૂખનું દુઃખ ન રહે” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366