Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 356
________________ નથી. કહેવાય છે કે પરદેશમાં તેમના નેતાઓનાં બાવલાં સુરક્ષિત હોય છે ને કેઈ રાજકારણી તેમનું અપમાન કરે જ નહિ. હા – અમુક કાળે જ્યારે વિચાર – સરણી બદલાય અથવા રાજ્ય - વ્યવસ્થા બદલાય ત્યારે આ બાવલાંની ભાંગ ફેડ પણ થાય છે. બેલો, હવે તમને નેતાજી થવાના કોડ થાય છે ખરા? અમુક જૈનેની ઘેલછા – પિતાના ધર્મગુરુઓના રસ્તામાગ'ના બોર્ડ મુકાવવાની – મુકાયા પછી કઈ જેવા પણ જાય છે કે તેની કેવી અવદશા થાય છે! પર્યુષણ પર્વના છેલ્લા દિવસે “બારસા સૂત્ર વંચાય છે જે આપણી શાસ્ત્રીય ભાષામાં છે અને જે ૯૫ ટકા સાંભળનારા પ્રાચે જાણતા હોતા નથી છતાં ૨૧ વખત સાંભળવાથી મોક્ષ મળે માટે કેટલાક અભાવથી સાંભળતા હોય છે. ૨૧ વખત કેવી રીતે સાંભળવાથી મોક્ષ મળે તે તે બિચારા કયાંથી જાણે અને જાણે તે તે આચરણ સહેલું નથી. સાધુજી જે બારસા સૂત્ર વાંચન ઝડપથી પુરૂં કરી નાખે તો શ્રાવકે પ્રશંસા કરે છે – સાંવત્સરિક પ્રતિક્રમણ માટે પણ અમે આવી પ્રશંસા સાંભળીએ છીએ ! હવે આ બારસા સૂવ ગદ્યમાં છે (Prose) પરંતુ હસ્તલિખિત પ્રતોમાં લખાણના અક્ષરો ગણુને ગ્રન્થનું માપ લેકમાં દર્શાવવાની પદ્ધતિ પ્રમાણે શ્રી બારસા સૂત્રનું માપ લગભગ ૧૨૧૫ કલાક જેટલું થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366