________________
આ અનિત્ય ભાવના ભાવતાં પુણ્ય-બળે પોતાના મળેલા ધનને પુસ્તકો પ્રકાશન કરી, ભેટ આપવા ઉપરાંત ઠીક ઠીક સદ્વ્યય કરેલો છે તે વિચારવા જેવું છે; અમદાવાદ (૧) લુહારની પળના દેરાસર–ઉપાશ્રયમાં (૨) શામળાની પળમાં ચાંદીમય બે અદ્ભુત દર્શનીય ચિત્રપટ્ટશ્રી શંખેશ્વરજીને તથા શ્રી રાણકપુરના દેરાસરોને (અમદાવાદ શહેરના લોકોને દર્શન કરવા વિનંતિ) (૩) શ્રી સમેતશીખરની પિળમાં સમેતશીખરના ગઢમાં, પુનરોદ્ધાર કરી, વીસ પ્રતિમામાંથી બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા. (૪) લુહારની પોળ, શામળાની પિળ, ઝવેરી વાડ, નરોડા તથા શંખેશ્વર તીર્થમાં આંબેલ શાળામાં સારી એવી રકમનું દાન વગેરે. (૫) ગુજરાતમાં દુકાળ પડતાં સાતેક પાંજરાપોળોને સેંકડે રૂપીયાનું દાન (૬) બ્યુટી વિધાઉટ કૂઅલ્ટી-ના મેમ્બર. ભલામણઃ અહિંસા પ્રચારક સંસ્થાઓને પ્રોત્સાહન
આપવા વિનંતિ. સરનામું: અધ્યક્ષ, બ્યુટી વિધાઉટ કુએલ્ટી (ભારતીય શાખા)
૪, પ્રિન્સ ઓફ વેલસ ડ્રાઈવ, વાવડી,
પૂના-૪૧૧૦૪૦. (૭) શાહ સાહેબની “દાન-પ્રવૃત્તિની એક ખાસ વિશેષતા છે કે “હાથે ને સાથે અને નકકી કરેલ રકમ તરત જ આપી દેવી. એક દિવસ પણ ઉધાર નહિ. આપ જાણતા હશે, કદાચ અનુભવ હશે કે ઘણા મહાનુભાવે ધરમની રકમ લખાવે પરંતુ આપતા મહિના, અરે, વર્ષો નીકળી જાય. શાહ સાહેબ તો વ્યવહારની બાબતમાં પણ જે વસ્તુ ખરીદી હેય તેનું પેમેન્ટ તે જ દિવસે તેમના સંપર્કમાં આવનાર આ ગુણની પ્રશંસા કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org