________________
પ૭
(૧) છે. કવિન શાહ, બીલીમોરા નિવૃત્તિમાં આપની જ્ઞાનની પ્રવૃત્તિ આત્માભિમુખ થવા, કમબંધમાંથી અટકવા ઉપકારી છે. આપના વિચારો ઉત્તમ છે. સંતસમાગમની અપેક્ષા આ પુસ્તકથી પૂર્ણ થાય છે.
(૨) પ. પૂ. મુનિશ્રી પ્રશાન્ત-રત્નવિજયજી મ. સા.
વિશેષ જ્ઞાતવ્ય છે કે આપશ્રી દ્વારા પ્રેષિત સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ અવલોકન કર્યું. જૈન ધર્મના પ્રાથમિક કક્ષાના અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ નિવડે તેમ છે. ચેડામાં ઘણું સમાવી લીધું છે. ધન્યવાદ
લિ.: પ્ર શા « ના ધ મેં લા ભ.
(૩) શ્રી હરીશભાઈઃ જામનગર
આપ આપના પુસ્તકમાં જે વેદના અનુભવે છે તે યોગ્ય જ છે. બાહ્ય આડંબર અને ક્રિયાકાંડ વધ્યા છે અને આંતરિક શુદ્ધિ ઘટી છે. અગ્નિનાં એક તણખામાં અસંખ્યાતા જીવ, પાણીનાં એક ટીંપામાં અસંખ્યાતા જીવ, ફૂલની એક પાંદડીમાં અસંખ્યાતા જીવ કહ્યા છે, પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કાયના જીવોનો કચ્ચરઘાણ નીકળી જાય છે અને તે પણ ધર્મના નામે. પ્રભુએ ધર્મને નામે કે ધર્મને માટે પણ હિંસા નહીં કરવાનું સ્પષ્ટ ફરમાન શામાં કરેલ છે, છતાં એ ભૂલીને આપણું શ્રાવકે આરંભ સમારંભ કરી, છ કાયના જીવોની દયા તરફ દુર્લક્ષ સેવે છે. બીજી બાજુ બાહ્ય તપ ખૂબ વધ્યું છે. માસ ક્ષમણને હિસાબ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org