________________
માધ્યમિક શાળાના અભ્યાસ કાળ પૂર ટંકશાળમાં. કયુરિયલ હાઈસ્કૂલમાં થયેલ આ શાળાનું મકાન હતું ત્યાં પહેલા બાદશાહી ટંકશાળ હતી અને એક જાદુગર આવેલ તે કહેતો કે હજુ પણ અહિંની હવામાં ધન ઉભરાય છે. એમ કહી, હવામાં હાથ વીંઝી, રોકડા રૂપીયા ચાંદીના, ડબામાં નાખી ખખડાવતો !
આ શાળા બાબત બીજી હકિકત વિચિત્ર છે. પછીથી તે મકાન બાદશાહી ઘડાર થયેલું તેથી ત્યાંની રૂમે. પતરાંથી બાંધેલી–ઘોડાના તબેલા માટે તે-અને આ રૂમમાં શ્રી શાહ સાહેબનું માધ્યમિક શિક્ષણ થયેલું, જે વિષે, શ્રી સાહેબે બે લેખ લખ્યા છે. એક તો શાળાની રજત જયંતિ વખતે, શાળાએ બહાર પાડેલા અંકમાં, અને, બીજે શાળાના પ્રિન્સિપાલ શ્રી વી. એસ. ત્રિવેદી, સાહેબના સ્મૃતિ અંકમાં.
તે વખતમાં માધ્યમિક શાળાઓ ધોરણ પાંચમાંથી સાત વર્ષ શિક્ષણ આપતી. છેલ્લું વર્ષ તે જમાનામાં કેળવણી માટે ઘણું જ અગત્યનું ગણાતું. તે “મેટ્રીક્યુલેશન–ટુંકમાં, મેટ્રીક (Matric) કહેવાતું, આ ધોરણ પાસ થાય એટલે નેકરી પણ મળતી, અને, કોલેજમાં પ્રવેશ પણ મળતું.
શ્રી કે. જી. શાહ આ શાળાના તેજસ્વી વિદ્યાથી હતા અને મેટ્રીકની પરીક્ષામાં ૧૯૩૩ની સાલમાં ગુજરાતની બધી શાળાઓમાં અને મેટ્રીકની તે સમયની પરીક્ષાઓ લેતી મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં ૨૦૦ માંથી ૧૩૫ માર્ક મેળવી પ્રથમ નંબરે આવેલા. તેમને સરકારી ઈનામ મળેલું અને શાળાના આચાર્યશ્રીએ સ્પેશ્યલ મેળાવડે કરી, યુવક કુમુદચન્દ્રને, તે સમયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org