________________
૨૮
1 ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર સાહેબ મારફત ઓકસફર્ડ ઇંગ્લીશ ડીક્શનેરી તથા અન્ય પુસ્તક આપેલા. શ્રી શાહ સાહેબે આ ડીફશનેરી આજદિન સુધી વાપરી છે ને તેઓ હજુ પણ તે વાપરે છે. ૧૯૩૩ ની સાલની તેમની અંગ્રેજી પ્રેઝ–પિએટ્રીની અદ્ભુત ટેક્સ્ટ બુક પણ તેમણે જાળવી રાખી છે જેમાં છપાયેલી ગદ્ય-પદ્યની અંગ્રેજી ને ધો તેમને કોલેજમાં શીખવવામાં પણ ઉપયોગી થયેલી. આવી સિદ્ધિ માટે તેઓશ્રીના પિતાશ્રી ઘણું રાજી થયેલા અને તે વખતના ગુજરાત સમાચારમાં તેમના પુત્રને ફેટો છપાવેલ અને જે મીલમાં નોકરી કરતા ત્યાં પેંડા વહેચેલા. ટયુટોરીઅલ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ સાહેબે પણ તેમને એક મજાને ફેટા શાળાના દરવાજા પાસે મુકેલો જે કદાચ હજુ પણ નવા મકાનમાં હવે જાઈએ.
આ શાળાના ઈતિહાસમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષામાં ૧૯૨૩ની સાલમાં જાણતા ન્યાયમૂર્તિ શ્રી નિોમાનભાઈ મીયાભાઈ આવેલા અને ૧૯૩૩માં શ્રી કે. જી. શાહ આવેલા. આ શાળાની ખાસિયત એ હતી કે ઓરડા તબેલા હતા પરંતુ ચારે બાજુ મોટું વિશાળ એકઠું અને વચ્ચે વચ્ચે, કબીરવડની યાદ આપે તેવ, વિશાળ વડ. કેવું સરસ ખુલ્લી હવા મળે તેવું કુદરતી વાતાવરણ.
હવે જોઈએ તેમનું કેલેજ શિક્ષણ: તે વખતે ગુજરાતમાં એક જ કોલેજ હતી, અને તે પણ આસ કેલેજ-ગુજરાત કોલેજ-અત્યારે છે તે જ અને ત્યાં જ. કેલેજમાં બી. એ. ડીગ્રી માટે ચાર વર્ષ ફસ્ટ ઈયર, ઈન્ટર, અને જુનિયર-સીનીયર બી.એ, અને, એમ. એ. ડીગ્રી માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org