________________
જે જ તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મારે તેને જન્મ પણ નિશ્ચિત છે, માટે જીવન દરમિયાન દરરોજ મરણ પર મનન કરવું જોઈએ જેથી પાપ ન થાય, અને નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ જેથી પુણ્ય પ્રાપ્ત થઈ સુ–ગતિ થાય? જ્યાં આત્મા સુંદર જીવન મેળવે.
છેવટે દરેક જણે શ્રી ભગવત ગીતાના એટલે સત્ય ધર્મ માત્રના આ વાકયે યાદ રાખી જીવન જીવવું જોઈએ જેથી મૃત્યુનો ભય રહે નહિ.
આર્ય શા પૂર્વ-જન્મ અને પુનર્જન્મનો સિદ્ધાંતમાં માને છે–આમ ભારતીય સંસ્કૃતિએ આ સિદ્ધાન્તો આપીને માનવ જીવનમાં મોટું આશ્વાસન અને મેટી આસ્થા ઉભી કરી છે.
માણસને મુખ્યત્વે બે શરીર હોય છે – એક સ્થળ અને બીજુ સૂમ. મરણ સમયે સ્થૂળ દેહ અહીં પડી રહે છે પરંતુ સૂક્ષ્મ શરીર બધા સંસ્કાર સાથે પુનર્જન્મ પામે છે.
જેમ પાણીનું બાષ્પીભવન થઈ વાદળાં બંધાય છે અને વરસાદ રૂપે પાછું ફરીથી વરસે છે તેમ માનવી અહીં મૃત્યુ પામી તરત જ બીજો જન્મ ધારણ કરે છે,
જેમ મનુષ્ય જૂના વચ્ચે ફેંકી દઈ નવાં વસ્ત્ર ધારણ કરે છે તેમ દેહધારી જીવ, જીર્ણ થઈ ગયેલા શરીરને છેડી દઈ, બીજાં નવાં શરીર ધારણ કરે છે.”
આર્ય શાસ્ત્ર પ્રમાણે આત્મા તે અવ્યય, અજન્મા, શાશ્વત, પુરાતન છે – તે કદી જન્મતો નથી અને મરતો પણ નથી તેને શ છેદતાં નથી, અગ્નિ બાળતો નથી, પાણી પલાળતું નથી તેમ વાયુ સૂકવી શકતો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org