________________
૧૭
શ્રી સમણસુત્ત ના આર્થિક સહયેગી
શ્રી પ્રદીપભાઈ શેઠના બનેવી સ્વ. શ્રી ધનંજયભાઈને સંક્ષિપ્ત
જીવન પરિચય
અનિત્ય ભાવના (ઉપજાતિ છંદ) વિદ્યુત લક્ષ્મી, પ્રભૂતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ, પુરંદરી–રાપ અનંગ-રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ?
શ્રીમદ્ રાજચન્દ્ર “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?” “જે જાયું તે જાય, જે કુલ્યું તે કરમાય.”
આ ભાવના અને કહેવત આ યંત્ર યુગના માનવીને જીવનની ક્ષણભંગુરતા ક્ષણે ક્ષણે યાદ કરાવે છે.
આવું જ અકસમાત અણધાર્યું બન્યું યુવાન ભાઈ શ્રી ધનંજય માટે. ક્ષણવારમાં કુમળી કળી મુરઝાઈ જાય તેમ કરાળ-વિકરાળ કાળની ક્રૂર થપાટ વાગતાં ભાઈ શ્રી ધનંજયે પોતાની જીવનલીલા સંકેલી લીધી. કુટુંબીજનો અને મિત્ર મંડળ ઉપર જાણે વજ–ઘાત થયો. મેહી સ્વજનોના હૃદયમાં અકસ્માતના આઘાતથી પારાવાર દુઃખ થયું, પરંતુ જૈન ધર્મના “ ક્રમબદ્ધ પર્યાય) ના નિયમ અનુસાર એ અકસ્માત ન હતું, પરંતુ “જીવ’ના પર્યાય’ની હારમાળામાં ગોઠવાયેલા ક્રમ અનુસાર આ અકસમાત એક “વ્યવસ્થિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org