________________
૧૮ અહિંસા :
જેન આચારનું મૂળ અહિંસા છે. આ અહિંસાનું પાલન અનેકાન્ત દષ્ટિ વગર સંભવિત નથી, કારણ જૈન દષ્ટિએ, માણસ હિંસા ન કરતે હેય છતાં હિંસક હોઈ શકે છે, અને હિંસા કરતા હોય છતાં હિંસક ન પણ હોઈ શકે
આમ, જનધર્મમાં હિંસા-અહિંસા કર્તાના “ભાવ” ઉપર આધાર રાખે છે, ક્રિયા ઉપર નહીં.
બહારથી થનારી હિંસાને જ જે હિંસા ગણી લઈએ તે કેઈ અહિંસક હોઈ જ ન શકે, કારણ કે જગતમાં સર્વત્ર જીવ વ્યાપી રહેલા છે અને નિરંતર એમને ઘાત થઈ રહ્યો છે, માટે જે સાવધાન રહીને પ્રવૃત્તિ કરે છે એને ભામાં અહિંસા છે, અને જે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં સાવધાન નથી હતી તેના ભાવમાં હિંસા છે. આમ બેદરકાર વ્યક્તિ હિંસા ન કરતી હોય તે પણ હિંસક છે.
આ બધું પૃથક્કરણ અને કાન દષ્ટિ વગર સંભવિત નથી, તેથી જેને અનેકાન્ત દષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગદષ્ટિવાળો મનાય છે અને સમ્યગ્ન-દકિટવાળે જ સમ્યગૂ-જ્ઞાની તથા સવગૂ-ચારિત્ર-શીલ હોઈ શકે. જેની દષ્ટિ સમ્યફ નથી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી. આને જ લીધે જૈન માર્ગમાં
મફત્વ અથવા સમ્યગૂ-દર્શનનું મહત્વ વિશેષ માન્યું છે. મેક્ષ માગને પણ એ જ પાયે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org